heart attack: સમગ્ર રાજ્યમાં હવે કોરોના કરતા પણ વધુ ડર હાર્ટએટેક (heart attack) થી લાગી રહ્યો છે. મળેલી માહિતી અનુસાર ગુજરાત (Gujarat) રાજ્યમાં છેલ્લા બે મહિનામાં 22 યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યાં છે. તેથી તબીબો જાણવામાં લાગ્યા છે કે, આવું કેમ થઈ રહ્યું છે. ત્યારે હવે તબીબોને આનું સાચુ કારણ મળી ગયું છે. નિષ્ણાતોના મતે આ કોરોના ઈફેક્ટ છે. શરીરમાં પ્લેક ફાટવાને અને શારીરિક શ્રમને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. ત્યારે પ્લેક શું છે તે પણ જાણી લઈએ.
છેલ્લા બે મહિનાથી ગુજરાતમાં એવા કિસ્સા સામે આવી રહ્યા હતા કે નાચતા-નાચતા, ચાલતા-ચાલતા, ક્રિકેટ રમતી વખતે યુવકો ઢળી પડતા હતા, બાદમાં હાર્ટએટેકથી મોત થતા હોવાનું સામે આવતુ હતું. આ સમગ્ર મામલે નિષ્ણાતોના મતે, શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે.
આ સમગ્ર મામલે નિષ્ણાતો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, પ્લેક એ ચરબીયુક્ત પદાર્થ છે, જે ધમનીની દિવાલોમાં ભેગો થાય છે અને આ કારણે યુવાઓને હાર્ટ એટેક આવે છે. ધમનીમાં પ્લેકનું પ્રમાણ વધુ થાય ત્યારે ગણતરીની મિનિટોમાં તે 100 ટકા સુધી પહોંચી જાય છે. ત્યારે આવામાં જો વ્યક્તિ વધુ શ્રમ કરે તો કસરત કે સ્પોર્ટસ એક્ટિવિટી કરે તો હાર્ટએટેકની સ્થિતિ ઉદભવે છે.
છેલ્લા કેટલાક સમયથી કાર્ડિયોવેસ્ક્યૂલર રોગમાં સતત વધારો થવાનું કારણ કોરોના પણ નોધાય રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે, રોગને લીધે ધમનીઓમાં બ્લોકેજને બદલે પ્લેક સર્જાય છે અને તે વધુ ખતરનાક છે, પ્લેક શરીરમાં ધરાવનાર વ્યક્તિને ખબર જ નથી હોતી કે તેના શરીરમાં પ્લેક છે.
આ પ્રકારના રોગની સ્થિતિવાળા યુવન દર્દીઓની સંખ્યા ગુજરાતમાં સતત વધી રહી છે. નિષ્ણાતોનું એમ પણ કહેવું છે કે, 40 વર્ષથી નીચેની વયના યુવાઓમાં આ સમસ્યા ખુબજ વધી રહી છે.પરંતુ આ સમસ્યા એકાએક આવતી નથી. તેથી તમને આવતા સંકટ વિશે ચેતી શકો છો. જ્યારે શરીરરમાં અનિયમિતતા અનુભવાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.