કોરોના વચ્ચે બંધ થયેલા હીરા બજારો ફરીએકવાર આ તારીખથી ધમધોકાર ચાલુ થશે- કુમાર કાનાણીએ કરી મોટી જાહેરાત

હાલ સુરતમાં હીરા ઉદ્યોગ બંધ થઇ ચુક્યો છે, અને લોકોને લાગી રહ્યું છે કે હવે આ બધું નહિ ખુલે અને લોકો પોતાના ગામ ફરી રહ્યા છે. ઘણા લોકો પોતના વતનમાં જઈને ખેતી પણ કરવા લાગ્યા છે, એવામાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ રાહતના સમાચાર આપ્યા છે.

સુરતના હીરા ઉદ્યોગ અંગે લોકોને મોટી મુજવણ હતી કે હવે આવનારા સમયમાં હીરા ઉદ્યોગ ખુલશે કે નહિ? રત્નકલાકારોના આ સવાલનો જવાબ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ આપ્યો છે, અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ જાહેરાત કરી છે જે હીરા ઉદ્યોગ ચાલુ થશે, અને લોકો તેના કામે પણ જઈ શકશે.

સાથે-સાથે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ એ પણ મોટી જાહેરાત કરી છે કે આવનાર 10 જુલાઈથી એટલે કે આ મહિનાની 10 તારીખ થી જ તમામ હીરા બજારો ચાલુ થશે. કુમાર કાનાણીના આ નિવેદનથી રત્નકલાકારોને ખુબ આનંદ થશે, સાથે-સાથે કુમાર કાનાણીએ એ પણ જાહેરાત કરી છે કે આવનારી 14 જુલાઈથી હુરના કારખાનાનો પણ ધમધોકાર ચાલુ થશે.

તદઉપરાંત આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ કડકપણે જણાવ્યું છે કે, હીરા બજાર અને હીરાના કારખાનાઓ ચાલુ થશે તો ગાઈડલાઈન્સ પણ આપવામાં આવશે અને દરેક લોકોને આ ગાઈડલાઈન્સ પ્રમાણે તેનું કડકપણે આ ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે. કુમાર કાનાણીની આ જાહેરાતથી રત્નકલાકારોએ રાહતના સ્વાસ લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *