પાંચ હજાર લોકોની હાજરીમાં દશેરાના પર્વે સુરત ડાયમંડ બસુસની 983 ઓફિસોમાં થશે કુંભ સ્થાપન

Kumbha installation in Diamond Burse in Surat: વિશ્વની સૌથી મોટી ઓફીસ તરીકે ખ્યાતી પામેલું સુરત ડાયમંડ બ્રુસનું ઉદઘાટન આવનારી તારીખ 24 ઓકટોબરને દશેરાના પર્વથી શરુ કરવામાં…

Kumbha installation in Diamond Burse in Surat: વિશ્વની સૌથી મોટી ઓફીસ તરીકે ખ્યાતી પામેલું સુરત ડાયમંડ બ્રુસનું ઉદઘાટન આવનારી તારીખ 24 ઓકટોબરને દશેરાના પર્વથી શરુ કરવામાં આવશે. વિશ્વની સોથી મોટી ઈમારત અને સોથી મોટી ઓફીસ તરીકે ઓળખાતું ડાયમંડ બ્રુસ થોડાક જ દિવસમાં શરુ થવા જઈ રહ્યું છે.

સુરત ડાયમંડ બ્રુસના ચેરમેન વલ્લભભાઇ પટેલ, એસડીબી કો.ઓ. સોસાયટીના પ્રમુખ નાગજીભાઇ સાકરીયા,એસડીબી મીડિયા કમિટીના ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું છે કે,આગામી મંગળવારે વિજયા દસમીના પર્વ સુરત ડાયમંડ બ્રુસ માટે એતેહાસિક દિવસ બની જશે.

સુરતના હીરાઉધોગકારોએ જે સપનું જોયું હતું તે હવે સાકાર થવા જઈ રહ્યું છે. વિજયા દસમીના પર્વે સુરત ડાયમંડ બ્રુસમાં ઓફિસ ધરાર્વતા કુલ 983 નાના-મોટા ઉદ્યોગકારો તેમના પરિવાર સાથે પોતાની ઓફિસમાં કુભ ઘડાનું સ્થાપન કરી શકશે.આ ઉદઘાટનમાં સુરત ડાયમંડ બ્રુસના તમામ કમિટી સભ્યો સમેત પાંચ હજારથી ર્વધુ લોકો આમાં જોડાશે.

મળતી માહિતી અનુસાર, તારીખ 21 નવેમ્બરના રોજ સુરત ડાયમંડ બ્રુસના ચેરમેન વલ્લભભાઇ પટેલ પોતાની ઓફિસનો શુભારંભ કરશે અને તેમની સાથે જ ડાયમંડ બ્રુસના અન્ય ઓફિસ ધારકો પણ પોતાની ઓફિસનું શુભારંભ કરશે.

અને તારીખ 17 ડીસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે સુરત ડાયમંડ બ્રુસનું ઉદઘાટન કરવામાં આવશે.ડાયમંડ બુર્સના ભવ્યાતિભવ્ય ઉદઘાટનમાં નરેન્દ્ર મોદી હાજર રહેશે, આ સમારોહની તમામ માહિતી મીડિયાકર્મીઓ ને વિધિવત રીતે જણાવવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *