સામાન્ય રીતેતો ગુજરાતના રસ્તા હવે મોટા ભાગના ખાડા અને તેના પછી લાગેલા થિગડાંઓથી ભરપૂર છે પરંતુ ક્યારેક ક્યારેક આ ખાડા સામાન્ય જનતાની સાથે સાથે રાજનેતાઓને નડી જાય ત્યારે તેના પર ફટાફટ કામ થાય તેવા કિસ્સાઓ ઘણા બન્યા છે. તાજેતરમાં જ ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા આઈ કે જાડેજાને અમદાવાદના એક રોડ પરથી પસાર થતાં લાગ્યું કે આ ખાડા નડી રહ્યા છે તો તેમણે ટ્વીટ કર્યું અને ગણતરીના કલાકોમાં રોડ પર થિગડું વાગી ગયું જોકે એટલું તો એટલું પણ કામ થયું તેનો લોકોએ સંતોષ માન્યો હતો પણ સાથે આઈ કે જાડેજાને લોકોએ પોતાના વિસ્તારમાં પણ આવવાનું આમંત્રણ સોશ્યલ મીડિયા દ્વારા આપ્યું હતું. આવું જ કાંઈક વિંછીયા ખાતે બન્યું છે. જોકે આજે 15મી સપ્ટેમ્બરના દિવસે બનેલી આ ઘટનાને પગલે અહીંના રોડ એન્જીનિયરનો એન્જીન્યર્સ ડે ઉજવાઈ ગયો હતો. વિશ્વમાં 15 સપ્ટેમ્બરને એન્જીનિયર્સ ડે તરીકે મનાવાય છે.
મળેલી માહિતી અનુસાર ગુજરાતના કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજી બાવળિયા વિંછીયા ખાતેના જસદણ આટકોટથી રાજકોટને જોડતા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે રસ્તા પર ઠેર ઠેર ખાડા પડેલા જોયા અને અનુભવ્યા ત્યારે તેમને થયું કે લોકોને હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું છે. તેથી તેમણે પીડબ્લ્યૂડીના એન્જીનિયર ઝાલાભાઈને તાત્કાલીક ત્યાં બોલાવ્યા અને સ્થિતિ બતાવી કે આ શું છે. તેમની રજૂઆત એન્જીનિયરે શાંતિથી સાંભળી અને તુરંત કામગીરી કરવાનું આશ્વાસન આપ્યું.
જોકે કુંવરજી જ્યાં સુધી કામગીરી થઈ નહીં ત્યાં સુધી ત્યાંથી ન હટ્યા અને કામગીરી પુરી કરાવી હતી. રોડના રિપેરિંગ અંગેની જાણકારી તેમણે પોતાના ટ્વીટર પર પણ ટ્વીટ કરી હતી.
તેમણે ટ્વીટર પર ટ્વીટમાં કહ્યું કે, વિછીયા, જસદણ આટકોટ થી રાજકોટને જોડતા હાઈવે રોડમા વરસાદને કારણે ઠેર ઠેર પડેલા ખાડાઓને લીધે ત્યાંથી પસાર થતા લોકો ને હાલાકીનો સામનો ન કરવો પડે તે હેતુથી P W D વિભાગના ડેપ્યુટી એન્જીનિયર ઝાલાભાઈ સાથે સ્થળ પર જાતે હાજર રહીને તાત્કાલીક ધોરણે રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામા આવી. તેમની આ કામગીરીને ઘણા લોકોએ બિરદાવી હતી તો ઘણાએ પોતાના વિસ્તારમાં પણ આવવા માટે આઈ કે જાડેજાની જેમ કુંવરજીને પણ પોતાના વિસ્તારોમાં રોડની હાલત અંગે રજૂઆત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.