ગુજરાત: વડોદરા શહેર (City Vadodara) ના વાઘોડિયા રોડ (Waghodia Road) પર આવેલ પાણીગેટ પોલીસ મથક (Panigate Police Station) ની હદમાં આવેલ સનરાઇઝ કોમ્પલેક્ષ (Sunrise Complex) મા ચાલતા કુટણખાના ઉપર PCB શાખા દ્વારા દરોડા પાડીને એકસાથે 8 કોલગર્લ તેમજ 3 ગ્રાહકોને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે તમામ લોકોની અટકાયત કરી:
મળી રહેલ જાણકારી પ્રમાણે વાઘોડિયા રોડ પર આવેલ સનરાઇઝ કોમ્પલેક્ષમાં રીટા નામની મહિલા કુટણખાનું ચલાવતી હોવાની બાતમી PCBને મળી હતી. પોલીસે બાતમીના આધારે જગ્યા પર દરોડો પાડતા ચોંકી ગઈ હતી. ઘટનાસ્થળ પરથી 8 યુવતિઓ તેમજ 3 ગ્રાહક મળી આવ્યા હતા. પોલીસ દ્વારા હાલનાં તબક્કે તમામની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગ્રાહકોને ઓનલાઇન આકર્ષવામાં આવતા હતા:
પ્રાથમિક વિગતો મુજબ, કુટણખાનામાં જવા માટે ગ્રાહકોનું સિલેક્શન ઓનલાઇન કરવામાં આવતું હતું. PCBએ યુવતિઓ ક્યાંથી લાવવામાં આવી છે, ક્યારથી કુટણખાનું ચાલતું હતું, કુટણખાનામાં ગ્રાહકોને કેવી રીતે ઓનલાઇન આકર્ષવામાં આવતા હતા.
આ સમગ્ર મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં તમામને પાણીગેટ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે. વાઘોડિયા રોડ ઉપરથી કૂટમખાનુ ઝડપાતિ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસ દ્વારા આ અંગે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાંથી અવારનવાર આવાને આવા ફૂટણખાના ઝડપાતા રહેતા હોય છે ત્યારે આ ઘટનાને લીધે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હવે જોઈએ આગળ શું થાય છે તેમજ પોલીસ તપાસમાં શું જાણવા મળે છે? આ ઘટના વડોદરા શહેરમાં બનવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.