ACB ટીમનો સપાટો: ભચાઉના PI અને વહીવટ લેવા ગયેલા રાઈટર 5 લાખની લાંચ લેતા ઝડપાયા

Kutch ACB Trap: ગુજરાતમાં એક તરફ ગૃહમંત્રી વ્યાજના વીશ ચક્રમાં ફસાયેલા લોકોને પઠાણી ઉધરાણીથી મુક્ત કરાવા માટે વ્યાજખોરો સામે મુહિમ ઊપાડી છે. જેના અનુસંધાનમાં ગુજરાત પોલીસને(Kutch ACB Trap) લોક દરબાર યોજીને વ્યાજખોરો સામે કાર્યવાહી કરી રહી છે.

ત્યારે કચ્છ જિલ્લામાં પોલીસ અધિકારી જ વ્યાજખોરોથી પીડિત વ્યક્તિ પાસેથી ફરિયાદ નોંધવા માટે લાખો રૂપિયાની માગણી કરી રહ્યા છે. ત્યારે વ્યાજખોરોથી પીડિત લોકોને મુક્ત કરાવાના બદલે પોલીસ જ વ્યાજખોરોના ચુંગાલમાં પાછી ધકેલતી હોય તેવી ઘટના સર્જાયી છે.

પોલીસ ઈન્સપેક્ટરે ફરિયાદ લેવા 5 લાખ માગ્યા
કચ્છ જિલ્લાના ભચાઉમાં રહેતા એક ફરિયાદીએ ખાનગી વ્યક્તિઓ પાસેથી નાણા વ્યાજે લીધા હતા. જે વ્યાજના પૈસાની ઉધરાણી કરતાં ખાનગી વ્યક્તિઓ તેને હેરાન કરી રહ્યા હતા. જેથી ફરિયાદીએ વ્યાજખોરી વિરૂદ્ધની એક ફરિયાદ ભચાઉ પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર એ. બી. પટેલને લખવી હતી. પણ વ્યાજખોરોની ઉધરાણીથી પીડાતા ફરિયાદીને ફરિયાદ લેવા માટે ઈન્સપેક્ટરે એ. બી. પટેલે 5 લાખ રૂપિયા લાંચની માંગ કરી હતી.

ફરિયાદી આની પહેલા પણ વ્યાજના વિશ ચક્રમાં ફસાયેલો હોવાથી તેણે આ અંગેની બધી જાણ ACBમાં કરીને સમગ્ર બાબત અંગેની પણ ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે ACBએ ભચાઉ પોલીસ સ્ટેશન પાસે આવેલા ઓવર બ્રિજ પર ACBના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઈન્સપેક્ટર વી. એસ. વાઘેલાએ લાંચ લેતા પકડવા માટે એક જાળ ગોઠવી હતી. તે દરમિયાન ઈન્સપેક્ટરે એ. બી. પટેલે ફરિયાદી સાથે વાતચીત કરીને 5 લાખ રૂપિયા તેમના રાઈટર પોલીસ હેડ કોન્સટેબલ સરતાન કણોલને આપવાનું કહ્યું હતું.

જે પછી ફરિયાદીએ રાઈટર સરતાનને 5 લાખ રૂપિયા આપ્યા હતા. ACBના છટકા દરમિયાન પોલીસ ઈન્પેક્ટર વતી રાઈટર લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયો હતો. ACBએ ભચાઉના પોલીસ ઈન્સેપેક્ટર અને તેમના રાઈટર ડિટેઈન કરીને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *