એક મહિલા પશુ ડોક્ટર સવારે ડ્યૂટી માટે હોસ્પિટલમાં જાય છે, પરંતુ સાંજે પાછા ફરતાં તેની સ્કૂટી પંચર થઈ જાય છે. મહિલા તેની બહેનને ફોન કરીને આ માહિતી આપે છે અને કહે છે કે, કેટલાક લોકો તેની મદદ કરવાનું કહે છે, હું પછી વાત કરીશ. તે પછી ફોન સ્વીચ ઓફ થઈ ગયો. સવારે પોલીસને બળી ગયેલી લાશ મળી જે મહિલા ડોક્ટરની હતી. આ મામલો સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ થવા લાગ્યો. આ ઘાતકી ઘટના તેલંગાણાના હૈદરાબાદ નજીક બની છે.
પશુઓની ડોક્ટર યુવતી બુધવારે તેમના ઘર શમશાબાદથી કોલુરુની પશુ હોસ્પિટલમાં ગઈ હતી. તે ત્યાંથી પરત ફરી રહી હતી ત્યારે સાંજના છ વાગ્યે તેની સ્કૂટી ટોલ પ્લાઝા નજીક પંકચર થઈ ગઈ હતી.
તે પછી પીડિતા મદદ માટે તેના પરિચિતોને ફોન કરે છે કે, તેની સ્કૂટી પંચર થઈ ગઈ છે. આ પછી, પીડિતાએ તેની બહેનને ફોન કરીને પોતાની સ્કુટી માં પંચર થયું હોવાની વાત જણાવી.
પીડિતાએ તેની બહેનને કહ્યું કે, મને ડર લાગે છે. આના આધારે બહેને પીડિતાને ટોલ પ્લાઝા પર જવાની અને કેબ દ્વારા આવવાની સલાહ આપી.
પીડિતાએ કહ્યું કે, કેટલાક લોકોએ મદદ કરવા માટે આવ્યા અને થોડા સમય પછી ફોન કર્યો હતો. આ પછી, પીડિતાનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. ત્યારબાદ પરિવારે પીડિતાને શાદનગર ટોલ પ્લાઝા નજીક શોધ ખોળ કરી હતી, પરંતુ તે મળી ન હતી. તેની સળગાવેલી લાશ સવારે શાદનગરના અંડરપાસ નજીકથી મળી આવી હતી.
મિકેનિક શમસેર આલમના જણાવ્યા અનુસાર, બુધવારે રાત્રે 9.30 વાગ્યે એક છોકરો ડો. પીડિતાની સ્કૂટી લઈ તેને ત્યાં આવ્યો હતો. તેણે મારે ત્યાં મુકી દીધી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ડોક્ટર પીડિતાની હત્યાના રહસ્યને હલ કરવાનો પ્રયાસ કરી રહેલ હૈદરાબાદ પોલીસ પણ આ માટે સીસીટીવી ફૂટેજનો સહારો લઈ રહી છે. સીસીટીવી ફૂટેજની સાથે સાથે પોલીસ ડો. પીડિતા ના કોલ લોગની પણ તપાસ કરાવી રહી છે.
આ અંગે શમસાબાદના ડેપ્યુટી કમિશનર પ્રકાશ રેડ્ડીએ સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે, અજાણ્યા વ્યક્તિએ ડોક્ટર મહિલાની હત્યા કરી હતી અને તેના શરીરને આગ ચાંપી હતી. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.
સ્કૂટીની નંબર પ્લેટ પણ એક ખાલી ટ્રકમાં વ્યક્તિને મળી હતી. જોકે, પોલીસ આ ઘટનાને તથ્યોના આધારે સંપૂર્ણ રીતે ખુલાસો કરવામાં વ્યસ્ત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.