આવતી કાલે દશેરા(Dussehra) છે. લંકાનાં રાજા રાવણ(Ravan) ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. આવી સ્થિતિમાં હાલ પણ સુરત (Surat)માં રહેતો એક પરિવાર તેમની અનોખી સરનેમ(અટક)(Surname) લંકાપતિ (Lankapati)ના કારણે ફેમસ છે. જેના કારણે મિત્રો દશેરાએ ખાસ મેસેજ કે ફોન કરીને કહે કે આજે ઘર બહાર ન નીકળતા, નહીંતર લોકો સળગાવી દેશે.
લંકાપતિનો ઇતિહાસ:
ત્યારે હવે આ સરનેમ(અટક) પડવા પાછળના ઈતિહાસ વિશે જાણીએ તો, વર્ષો પહેલા જયારે સુરત સિટીને બદલે નાનાં નાનાં ગામોમાં કે વિસ્તારોમાં વહેંચાયેલું હતું. એ સમયે કાલિદાસ ગોટાવાલા સલાબતપુરામાં રહેતા હતા. તેઓ ભરાવદાર મૂંછ અને મજબૂત કદ કાઠી ધરાવતા હતા. તો રોજ રાત્રે જમ્યા પછી રામમંદિરના ચોરા પર મંદિરના મહારાજનો સત્સંગ સાંભળવા જતા હતા. આ દરમિયાન એક દિવસ તેઓ રામમંદિરના સત્સંગમાં કોઈ કારણસર પહોચી શક્યા નહોતા. તે સમયે લોકોએ કહ્યું હતું કે, પેલા રાવણ જેવા દેખાઈ તે કેમ આવ્યા નથી. ત્યારથી લોકો તેઓને લંકાપતિ રાવણના નામથી બોલાવતા હતા. તેમજ ત્યારથી જ તેઓની સરનેમ લંકાપતિ પડી ગઈ છે.
જાણવા મળ્યું છે કે, લંકાપતિ પરિવાર સુરતના પિપલોદ વિસ્તારમાં રહે છે. તેમજ દરેક લોકો તેઓને રાવણના નામથી બોલાવે છે. આ અંગે મિતુલભાઈ અને મહેશભાઈ લંકાપતિના કહેવા અનુસાર, પાંચ પેઢીથી અમારી આ સરનેમ પડી ગઈ છે. તેમજ હાલ તેમના નામની સાથે ગોટાવાલા સરનેમની બદલે ઑફિશિયલ રીતે લંકાપતિ સરનેમ લાગે છે.
ફિલ્મમાં પણ કરી રહ્યા છે કામ:
જાણવા મળ્યું છે કે, મિતુલ મિલમાં પ્રિન્ટિંગ માસ્ટરની સાથે ડ્રામા આર્ટિસ્ટ છે. મલ્ટી એક્ટરની ટેલન્ટ રહેલી છે અને આ ટેલન્ટને કારણે ઘણીવાર તેને મલ્ટી રોલવાળા ડ્રામા પણ કર્યા છે. ડ્રામાના બેનરોમાં લંકાપતિ રાવણના 10 માથાવાળા ફોટાની જેમ મિતુલ લંકાપતિની પ્રતિભા જોઈ 5 માથાવાળો મિતુલ લંકાપતિ દેખાડવામાં આવે છે. તેઓએ સાઇક્લિંગ પણ સ્પિટી વેલી સુધીની સફર ખેડવા સહિતના અવોર્ડ જીત્યા છે. ત્યારે આગામી 7મી ઓક્ટોબરના રોજ ચોકઠું ફિટ ફિલ્મ આવી રહી છે, જેમાં મિતુલે અભિનય કરવાની સાથે સાથે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકેની જવાબદારી પણ નિભાવી છે.
દક્ષિણ ભારતમાં સરનેમથી સન્માન મળ્યું:
આ અંગે મહેશભાઈ લંકાપતિએ કહ્યું હતું કે, અમને વારસામાં મળેલી આ અનોખી અટકથી અમને ઘણીવાર સન્માન પણ મળ્યાં છે. અમે દક્ષિણ ભારતમાં ફરવા ગયા ત્યારે ચેન્નઈની એક હોટલમાં નામ લખાવ્યું, ત્યારે મેનેજર અમારાથી પ્રભાવિત થઈ ગયો હતો. અમારી સાથે ફોટો પડાવ્યા હતા. હોટલના સ્ટાફે અમને વિશેષ સવલતો આપી હતી. આ સિવાય પણ રાવણના નામના કારણે ગૌરવ પણ અનુભવીએ છીએ.
પુરુષ રાવણ ને મહિલા મંદોદરી તરીકે જાણીતા:
ત્યારે મહેશભાઈ લંકાપતિના પત્ની નીલુબહેને પણ કહ્યું હતું કે, અમારા કુટુંબના પુરુષોને તેમના ફ્રેન્ડ સર્કલમાં બધા રાવણ અથવા તો લંકેશ તરીકે સંબોધે છે. જ્યારે મહિલાઓને મંદોદરી કહીને બોલાવતા હોય છે. અમને આ પ્રકારના હુલામણા નામ અપાય છે. અમારાં બાળકોને પણ મેઘનાદ સહિતના નામથી બોલાવવામાં આવતા હોય છે.
રાવણ પરિવારપ્રેમી હતો:
પ્રાપ્ત વિગતો અનુસાર, મિતુલભાઈનાં પત્ની અને ફેશન-ડિઝાઈનર તથા બુટિક ચલાવે છે. પૂનમ લંકાપતિએ કહ્યું હતું કે, અમારી યુનિક સરનેમના કારણે લોકો પૂછે કે તમે શ્રીલંકાના છો? ત્યારે મારે સ્ટોરી કહેવી પડતી હોય છે. હું લોકોને પોઝિટિવ થિંકિંગ માટે પણ વીડિયો મારફત સમજાવું છું. ત્યારે એ જ કહું કે કોઈના અવગુણ જોવા કરતાં ગુણો જોવા જોઈએ. રાવણનો પરિવારપ્રેમ ખૂબ ઉચ્ચકક્ષાનો હતો. પોતાની બહેન ખોટી હોવા છતાં તેનું અપમાન થયું હોવાથી સીતાજીનું અપહરણ કર્યું અને ક્યારેય તેને હાથ પણ લગાવ્યો નહોતો.
ગૂગલ પણ લંકાપતિ સર્ચ કરતાં અમને બતાવે છે-મિતુલ
વધુમાં મિતુલ લંકાપતિએ જણાવ્યું હતું કે, અમારી અનોખી સરનેમ ઈન્ટરનેટમાં પણ ધૂમ મચાવે છે. ગૂગલ પર લંકાપતિ સર્ચ કરીએ તો એક તો રાવણને દર્શાવે છે. બીજું અમારું નામ આવે છે. દેશમાં કદાચ અમારા એક જ પરિવારની સરનેમ લંકાપતિ છે. અમારા પરિવારમાં પુરુષોને રાવણ તેમજ મહિલાઓને મંદોદરી તરીકે ઓળખવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.