આંખ બંધ કરીને ભરોસો કરતા પહેલા ચેતજો! પતંજલિ મધના સીલપેક ડબ્બામાંથી નીકળી મોટી જીવાત- જુઓ વિડીયો

સુરત(Surat): મોટી મોટી ખાણીપીણીની જે પણ કંપનીઓ છે જેનું મુખ્ય કારણ લોકોને સારી ગુણવતા વાળું ખાવાનું અને પીવાનું આપવું. પરતું અહિયાં વાત કઈક સાવ અલગ જ વાસ્તવિકતા સામે આવી છે. જેમાં આપણે પતંજલિ(Patanjali) જેવી વૈશ્વિક સંસ્થાઓ પર  જ્યારે આંખ બંધ કરીને ભરોસો કરી રહ્યા છીએ ત્યારે એક લાલબત્તી સમાન આ કિસ્સો કહી શકાય.

લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતો કિસ્સો સુરતમાંથી સામે આવતા હવે લોકો પણ વસ્તુ ખરીદતા પહેલા સો વખત વિચારશે છે. આપણે સૌ જાણીએ છીએ કે, હાલના સમયમાં વ્યક્તિનું સ્વાસ્થ્ય જ સૌથી અગત્યનું છે. પરંતુ બજારમાં ઘણી એવી મોટી અને ખ્યાતનામ કંપનીઓ છે, જેના નામથી જ લોકો આંખ બંધ કરીને અને તેના પર વિશ્વાસ કરીને તે કંપનીની વસ્તુઓ ખરીદી લે છે. પરંતુ તે એકદમ ખોટી વાત કહી શકાય. કારણ કે, સુરત શહેરના મોટા વરાછા વિસ્તારની એક દુકાનમાંથી નામાંકિત કંપનીની મધની બોટલમાંથી મોટી જીવાત નીકળતા લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

સુરતના એક જાગૃત વ્યકિત એડવોકેટ મેહુલ બોઘરાએ પોતાના યુટ્યુબ પર એક વિડીયો શેર કરતા જણાવ્યું છે કે,  સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં પતંજલિ મધની વેચાણ માટે ડિલિવરી કરવામાં આવી મેડીકલ સ્ટોરના માલિકે પતંજલિ મધના ડબ્બાની તપાસ કરતા તેમાંથી એક મોટી માખી દેખાઈ આવી જે જનતાના આરોગ્ય અને સ્વાસ્થ્ય છેડછાડ અને એક ગંભીર જાણીજોઈને કરેલ ભૂલ કહી શકાય.

વધુમાં તેમણે કહ્યું છે કે, જેના વિરોધમાં હું ચોક્કસપણે કાયદાકીય પગલાં લઈશ. જાહેર જનતાને પણ વિનંતી કે આવી મોટી કંપનીઓ પર આંખ બંધ કરીને ભરોસો કરવાને બદલે ઝીણવટપૂર્વક તપાસ કર્યા બાદ જ આ કંપનીઓની પ્રોડક્ટ વસ્તુઓ ખરીદો. જ્યાં પણ જાહેર જનતાના આરોગ્ય સાથે છેડછાડ થતી હોય ત્યાં તમારા નજીકના પોલીસ સ્ટેશન અને ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *