કેટલીક જગ્યાએ સ્પાનાં નામે ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો પણ ચાલતો જોવા મળે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના સામે આવી છે. પોલીસને બાતમી મળી હતી કે, વેસુ વિસ્તારના રાહુલ રાજમાં ઘણા સમયથી દેહવ્યાપાર ચાલી રહ્યું છે. મળતી માહિતીના આધારે, પોલીસે દરોડો પાડી આ ઘટનામાં સામેલ 16 જેટલી મહિલા અને ગ્રાહકની ધરપકડ કરી હતી.
સ્પાની આડમાં દેહવ્યાપાર ગુજરાતમાં સામાન્ય બન્યું છે. અવારનવાર આવી ઘણી ઘટનાઓ સામે આવી છે. અને હાલ સુરત શહેરના વેસુ વિસ્તારના રાહુલ રાજ મોલમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે, જેમાં 16 જેટલી મહિલાઓ અને કેટલાય ગ્રાહકોને પોલીસે પકડી પડ્યા છે. આ પહેલા પણ આ જ મોલ માંથી પોલીસે રેડ પાડીને સ્પાની આડમાં થતા ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો છે અને આજના દિવસે વધુ એક આવી ઘટના સામે આવી છે.
આજ રોજ સુરતના વેસુ વિસ્તારમાં આવેલા રાહુલ રાજ મોલમાં મિસિંગ સેલ અને એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ ની રેડ પડી હતી. અને સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ત્યાં હાજર રહેલા દરેક લોકોને કસ્ટડીમાં લીધા છે. જેમાં 16 જેટલી મહિલા અને અન્ય ગ્રાહકો પણ સામેલ છે. મળતી માહિતી અનુસાર આ જ મોલમાં પહેલા પણ પોલીસે રેડ પાડીને આવા ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો હતો અને આજે બીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર 16 મહિલાઓ સાથે વિદેશી યુવતીઓ પણ હોવાની વાતો સામે આવી છે. જયારે પોલીસ ઘટના સ્થળે પહોચી તો ધમધમી રહ્યો હતો સ્પાની આડમાં દેહવ્યાપાર. આ જોઇને તરત જ પોલીસે હાજર રહેલા દરેક લોકોની અટકાયત કરી હતી. આ તમામ બનાવ કેમેરામાં કેદ પણ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.