આજે છે છેલ્લી તારીખ, જો આ કામ નહિ પતાવો તો અટકી જશે તમારા બધા નાણાકીય કામ

આજે 31 માર્ચ એટલે નાણાકીય કામકાજનો અંતિમ દિવસ. આવતીકાલથી નવા બજેટ હેઠળ તમામ કાર્યોની શરૂઆત થશે. PAN કાર્ડની સાથે Aadhaar ને લિંક કરવાનો આજે અંતિમ…

આજે 31 માર્ચ એટલે નાણાકીય કામકાજનો અંતિમ દિવસ. આવતીકાલથી નવા બજેટ હેઠળ તમામ કાર્યોની શરૂઆત થશે. PAN કાર્ડની સાથે Aadhaar ને લિંક કરવાનો આજે અંતિમ દિવસ છે. જો તમે ચૂકી ગયા હો તો કેટલાંક નાણાંકીય કામ કરી શકશો નહી.

ઇનકમ ટેક્સ રિટર્ન ભરવામાં પણ તમને સમસ્યા થશે. જો તમે  PAN કાર્ડ તથા Aadhaa ને લિંક કરતા નથી તો તમારું PAN કાર્ડ  ‘Inoperative’ થઇ જશે. આવા સમયમાં તમારે ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 272B અંતર્ગત 10,000 રૂપિયાની પેનલ્ટી પણ ચૂકવવી પડી શકે છે.

PAN તથા Aadhaar લિંક છે નહી? આ રીતે કરો ચેક:
જો તમારું PAN કાર્ડ તેમજ આધાર કાર્ડ અગાઉથી જ લિંક છે તો તમારે કશું કરવાની જરૂર નથી પણ જો તમને ખબર નથી કે બંને લિંક છે કે નહી, તો આ માહિતી તમે એકદમ આસાનીથી મેળવી શકો છો. તમારે નીચે આપેલી રીતને માત્ર ફોલો કરવાની છે.

પહેલી રીત – IT ની વેબસાઇટ:
સૌપ્રથમ ઇનકમ ટેક્સની સત્તાવાર વેબસાઇટના આ લિંક પર જાઓ.  https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/LinkAadhaa…
આમાં તમારો PAN તથા Aadhaar નંબર નાંખવો
‘View Link Aadhaar Status’ પર ક્લિક કરો.
તમને તાત્કાલિક ખબર પડી જશે તમારું PAN તથા Aadhaar નંબર લિંક છે કે નહીં.

બીજી રીત- SMS દ્રારા:
તમારું PAN તથા Aadhaar લિંક છે નથી, આની માટે તમે Income Tax Department ની SMS સુવિધાનો ઉપયોગ કરી શકે છે. તમારા મોબાઇલના મેસેજ બોક્સમાં જઇને એક નક્કી ફોર્મેટમાં SMS ટાઇપ કરવાનો રહેશે તથા તેને 567678 અથવા તો 56161 પર મોકલવાનો છે.

આ રીતે SMS ટાઇપ કરો:
UIDPAN < 12 ડિજિટનો Aadhaar> < 10 ડિજિટનો PAN>
આ SMS 567678 અથવા તો 56161 પર મોકલવાનો છે.
જો બંને લિંક હોય તો તમારી પાસે એક મેસેજ આવશે, જેમાં લખેલું હશે “Aadhaar…is already associated with PAN..in ITD database. Thank you for using our services.”

PAN તથા Aadhaar ને કેવી રીતે કરશો લીંક?
જો બંને લિંક હોય તો તમારે કશું કરવાની જરૂર નથી, શાંતિથી બેસો. જો PAN તથા Aadhaar નંબર લિંક નથી તો એકદમ આસાનીથી તમે આ બંનેને લિંક કરી શકો છો. આ રહી સંપૂર્ણ પ્રોસેસ.

આ રીતે ઓનલાઇન કરો Aadhaar તથા PAN લિંક
સૌપ્રથમ જો તમે એકાઉન્ટ બનાવ્યું નથી તો પહેલાં રજિસ્ટ્રેશન કરો. ત્યારબાદ ઇનકમ ટેક્સ વિભાગની ઇ-વેબસાઇટ (www.incometaxindiaefiling.gov.in) પર જઈને વેબસાઇટ પર એક વિકલ્પ જોવા મળશે ‘લિંક આધાર’ પર ક્લિક કરો. લોગઇન કર્યા પછી પોતાના એકાઉન્ટની પ્રોફાઇલ સેટિંગમાં જઈને પ્રોફાઇલ સેટિંગમાં આધાર કાર્ડ લિંક કરવાનો વિકલ્પને સિલેક્ટ કરો.

અહીં આપવામાં આવેલ સેક્શનમાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ ભરીને  માહિતી ભર્યા પછી નીચે દેખાતા ‘લિંક આધાર’ ઓપ્શન પર ક્લિક કરવાથી તમારો આધાર લિંક થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *