તંત્રની લોલમલોલ: પાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ કોરોનામાં મોતના આંકડાઓ વચ્ચે મોટો તફાવત

કોરોનાની ત્રીજી લહેરમાં સૌ કોઈનો ઉત્સાહ ધોવાઈ ગયો છે. આ દરમિયાન સરકારી આંકડામાં પણ ગોટાળા જોવા મળી રહ્યાં છે. સરકાર કોરોનાથી મોતના આંકડા સતત છુપાવી…

કોરોનાની ત્રીજી લહેરમાં સૌ કોઈનો ઉત્સાહ ધોવાઈ ગયો છે. આ દરમિયાન સરકારી આંકડામાં પણ ગોટાળા જોવા મળી રહ્યાં છે. સરકાર કોરોનાથી મોતના આંકડા સતત છુપાવી રહી છે. આવા આરોપો એક વર્ષ દરમિયાન સતત ઉઠતા રહ્યાં છે. આવામાં વડોદરામાં કોરોનાના મોતના આંકડામાં જમીન આસમાનનો તફાવત જોવા મળ્યો છે. આ દરમિયાન જો વર્ષમાં કોરોનાથી મોતના આંકડા પર નજર કરીએ તો મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય વિભાગના આંકડામાં 1351નો તફાવત જોવા મળ્યો છે.

મોતના આંકડામાં 1351નો તફાવત:
કોરોના મોતના આંકડાને લઈને મ્યુ. કમિશનર તેમજ આરોગ્ય વિભાગના આંકડામાં મોટો તફાવત જોવા મળ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2021-22ની બજેટની બુકલેટ બહાર પાડવામાં આવી છે.  બજેટની બુકના નિવેદનમાં મ્યુનિ. કમિશનર દ્વારા વર્ષ દરમિયાન કોરોનાથી 1600 દર્દીઓના મોત થયા હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. બુકલેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 2020-21ના વર્ષમાં કોરોનાની 1600 બોડી ફાયર વિભાગ દ્વારા ડિસ્પોઝલ કરવામાં આવી છે. તો બીજી બાજુ મહાનગરપાલિકાના મેડિકલ બુલેટિનમાં કોરોનાથી આખા વર્ષ દરમિયાન ફક્ત 249 મોત જાહેર કરવામાં આવ્યા છે. આમ, મ્યુ. કમિશનર તેમજ આરોગ્ય વિભાગના આંકડામાં 1351 કોવિડ મોતનો તફાવત જોવા મળ્યો છે. 

મ્યુનિ. કમિશનર વાત પરથી ફરી ગયા 
જોકે, કોરોનાથી એક વર્ષમાં મોતના આંકડામાં તફાવત સામે આવતા જ વિવાદ થયો હતો. મોતના આંકડા અંગે આપેલા નિવેદનમાં મ્યુનિ. કમિશનર પોતે જ ફસાયા છે. વડોદરામાં 1600 દર્દીઓના મોત અંગેના નિવેદનને તેમણે ફેરવી નાખ્યું છે. મ્યુનિસિપલ કમિશનર પી સ્વરૂપે કહ્યું કે, તમામ મોત કોવિડ દર્દીઓના નથી. તેમજ આ શહેર અને જિલ્લાના આંકડા છે. બજેટ બુકમાં કોવિડ ડેથ ઓડિટ પહેલાના આંકડા દર્શાવવામાં આવ્યા છે.

મોતના આંકડા પર કોંગ્રેસનો આરોપ 
વડોદરા મ્યુનિસિપાલિકાનો આ વિવાદ સામે આવતા કોંગ્રેસે પાલિકાના સત્તાધીશોને સુધરી જવા તાકીદ કરવામાં આવી છે. તો સાથે આંકડાઓના તફાવત પર ભાજપ પર સવાલો ઉભા કરવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે, ભાજપ કોરોના મહામારીમાં પોતાનું માર્કેટિંગ કરી રહી છે. ખોટા આંકડા જાહેર કરીને નાગરિકોને ગેરમાર્ગે દોરે છે. આ દરમિયાન રોજેરોજ અનેક લોકો કોરોનાના કારણે મોતને ભેટી રહ્યા છે.

સંકલનનો અભાવ કે પછી સરકાર કંઈક છુપાવવા માંગે છે 
આ આંકડા અનેક સવાલો પેદા કરે છે. શું બંને વિભાગો વચ્ચે સંકલન નથી કે પછી સરકાર જાણી જોઈને શહેરોમાં મોતના આંકડા પર પડદો પાડી રહી છે. આ ઉપરાંત જયારે સરકાર જે રોજેરોજના મોતના આંકડા રજૂ કરી રહી છે ત્યારે તેમાં પણ મોટો ભેદ જોવા મળ્યો છે. વડોદરામાં છેલ્લા 7 દિવસમાં સરકારી ચોપડે કોરોનાથી માત્ર 4 દર્દીના મૃત્યુ થયા છે. જોકે વડોદરા શહેરના વિવિધ સ્મશાનોમાં કોરોના પ્રોટોકોલ પ્રમાણે 161 દર્દીઓની અંતિમવિધિ કરવામાં આવી છે. આમ સરકારી આંકડા અને સ્મશાનોમાં દર્દીઓની અંતિમવિધિના આંકડાઓમાં ઘણો મોટો તફાવત  જોવા મળ્યો છે. સ્મશાનોમાં શંકાસ્પદ દર્દીઓની પણ કોરોના પ્રોટોકોલ પ્રમાણે જ અંતિમ વિધિ કરવામાં આવે છે.

વડોદરામાં તાવ-ઉઘરસની સમસ્યાએ ઉથલો માર્યો 
વડોદરામાં કોરોના વધતા સંક્રમણ બાદ ઋતુજન્ય રોગોને લઈ તંત્ર ચિંતિત બન્યું છે. તાવ, ઉધરસ, કફ અને નિમોનિયા સહિતના ઋતુજન્ય રોગોમાં વધારો થયો છે. આ કારણે SSG હોસ્પિટલમાં નોનકોવિડ દર્દીઓની લાંબી લાઇન લાગી છે. હાલ SSG હોસ્પિટલમાં 26 ઓપીડીમાં આ અંગે નિદાન કરવામાં આવી રહ્યું છે. ડોક્ટરો દ્વારા સામાન્ય બીમારીઓના દર્દીઓને નિદાન બાદ સારવાર આપાઈ રહી છે. જેમાં ગઈકાલે 3 હજાર ઉપરાંત નોનકોવિડ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ દર્દીઓની લાંબી લાઈનો લાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *