સુરતમાં દીકરીના બર્થ ડેની ઉજવણી બાદ 36 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન, ત્રણ સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા

36-year-old youth died in Surat: સુરતમાં દિવસે ને દિવસે આપઘાતના કિસ્સામાં વધારો થઈ રહ્યું છે. હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક 36 વર્ષીય યુવકે આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.કરુણતા તો એ છે કે રાત્રે દીકરીના જન્મ દિવસની ઉજવણી કરી હતી. ત્યારપછી યુવકે દારૂના નશામાં(36-year-old youth died in Surat) પત્નીને ખુબ માર મારતા બેભાન થઈ ગઈ હતી.ભાનમાં આવ્યા પછી પતિને રૂમમાં લટકતો જોયો હતો. યુવકના આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

એકની એક દીકરીના જન્મ દિવસની ઉજવણી કરી
મૂળ ઉત્તરપ્રદેશના અને પાંડેસરા વિસ્તારમાં આવેલા મહાદેવ નગરમાં 36 વર્ષીય નંદલાલ બેચનલાલ બિંદ પોતાના પરિવાર સાથે રહેતો હતો. નંદલાલ ડિજિટલ પ્રિટિંગનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. છેલ્લા 18 વર્ષથી સુરતમાં રહી રોજગારી મળવી રહ્યો હતો. પરિવારમાં પત્ની, બે દીકરા અને એક દીકરી છે. ગત રોજ દીકરીનો જન્મ દિવસ હોવાથી રાત્રે ઉજવણી કરી હતી.

દારૂના નશામાં પત્નીને ફટકારતાં બેભાન થઈ ગઈ
દીકરીના જન્મ દિવસની ઉજવણીમાં પિતા નંદલાલે ખુબ દારૂ પીધો હતો. ત્યાર પછી બધા પરિવારના લોકો પોત પોતાના ઘરે જતા રહ્યા હતા. દરમિયાન નંદલાલનો પોતાની પત્ની સાથે ઝઘડો થયો હતો. જેમાં નંદલાલે પત્નીને ફટકારી હતી. જેથી પત્નીનું માથું દીવાલ સાથે અથડાતા પાછળના ભાગે ઇજા થતાં બેભાન થઈ ઢળી પડી હતી. ત્યારપછી નંદલાલ રૂમમાં જઈને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.

રૂમ અંદરથી બંધ કરી ફાંસો ખાઈ લીધો
પત્ની જ્યારે ભાનમાં આવતા રૂમ અંદરથી બંધ હોવાનું જણાયું હતું. જેથી બારીમાંથી તેને ડોકિયું કરતાં જોયું તો પતિ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારપછી પત્નીએ પરિવારના લોકોને જાણ કરી હતી. પત્નીના રુદનના પગલે પાડોશીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા. ત્યારપછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પરિવારના નિવેદન નોંધી પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

દીકરીના બર્થડેની ઉજવણીનો વીડિયો અંતિમ યાદ બન્યો
આપઘાત કરનાર નંદલાલે પોતાની દીકરીના જન્મ દિવસની ઉજવણી કરી હતી. જેમાં દારૂના નશામાં ધૂત થઈને પરિવારના લોકો સાથે ડાન્સ કરતો નજરે પડ્યો હતો. જ્યારે દીકરી સાથે જન્મ દિવસની તસવીર અંતિમ તસવીર બની ગઈ છે. હાલ તો ત્રણ સંતાનોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *