થાળી અને તપેલી ખખડાવાથી કરોડોની સંખ્યામાં બનાસકાંઠામાં ત્રાટકેલા તીડ ઉડી જવાના હોય એમ ગુજરાતના રાજકારણીઓ તમાશો કરી રહ્યાં છે. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ખેડૂતોના સાથી બનીને બનાસકાંઠા પહોંચ્યા હતા. જેઓ થાળી અને વેલણ લઇને ખેડૂતોના ખેતરમાં પહોંચી ગયા હતા. ગુજરાતીઓ આ વીડિયો જોઈને હસી હસીને લોટ પોટ થઈ ગયા છે. હવે સરકારને પણ સમજાશે કે ઉત્તર ગુજરાતના ખેડૂતોની પરીસ્થિતિ શું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષે ઘણો પ્રયાસ કર્યો પણ ખેતરમાંથી તીડ ભગાડી શક્યા ન હતા.
જેમની સાથે ભાજપના પદાધિકારીઓ સહિત સાંસદે પણ થાળી વેલણ પકડી હતી. જો આમ જ તીડ ભાગી જતા હોત તો ખેડૂતો ક્યારનાયે ભગાડી ચૂક્યા હોત. હવે કરોડોની સંખ્યામાં તીડનો ગુજરાત પર હુમલો થયો છે. સરકારે આ બાબતે હવે ઠોસ પગલાં ભરવાં પડશે નહીં તો આ તીડ આખા ગુજરાતમાં પ્રસરશે. હાલમાં ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં આ તીડ હુમલો કરી પાકનો વિનાશ કરી રહ્યાં છે.
ગુજરાતમાં તીડ મામલે સરકાર ભરાઈ ગઈ છે. જુલાઈથી તીડના હુમલાનો રિપોર્ટ હોવા છતાં પણ સરકારે અગમચેતી ભર્યા પગલાં ન ભરતાં કરોડોની સંખ્યામાં તીડ ઉત્તર ગુજરાતમાં ખેડૂતોનાં પાક ને નુકશાન કરી રહ્યાં છે. સરકાર પણ હવે ભરાઈ જતાં રાજ્યની 11 અને કેન્દ્રની 18 ટીમ હાલમાં ઉત્તર ગુજરાતમાં તીડને નાથવા માટે દોડાદોડી કરી રહી છે. કલેક્ટરની અધ્યક્ષતામાં આજે મીટિંગોનો દોર ચાલ્યો હતો. સરકારના ઉચ્ચ અધિકારીઓ બનાસકાંઠા જઈ આવ્યા છે.
આ તીડનો રોકવા માટે સરકાર પાસે સક્ષમ ઉપાય નથી ત્યાં પોશીનામાં આજેથી ડ્રોનથી દવા છંટકાવની કામગીરી થાય તેવી સંભાવના છે. ગુજરાતના રાજકારણીઓ પણ હવે બનાસકાંઠાની મુલાકાત માટે દોડાદોડી કરી રહ્યાં છે. કોંગ્રેસ અને ભાજપ બંને એકબીજા પર દોષનો ટોપોલો ઢોળી રહ્યાં છે ત્યારે બનાસકાંઠાના સાંસદ અને થરાદના ધારાસભ્ય આજે આમને સામને આવી ગયા હતા. આ ઘટનાનો વીડિયો આજે વાયરલ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.