કોરોના વાયરસની મહામારી દુનિયામાં વધતી જાય છે. આ વાયરસ આગની જેમ ફેલાતો જાય છે તેના સંક્રમણથી સેંકડો લોકોના મોત થયા છે અને અનેક લોકો જીવન મરણ વચ્ચે હોસ્પિટલમાં ઝોલા ખાઇ રહયા છે. કોરોના વાયરસની દવા અને રસી ઉપરાંત પણ જે સંશોધન ચાલી રહચા છે જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. ઇટલીમાં કોરોના સંક્રમિત મૃતદેહોની અંતિમક્રિયા સાથે સંકળાયેલા પાદરીઓને પણ ચેપ લાગ્યો હતો. ઘણા દેશોમાં કોરોના સંક્રમિત વ્યકિતનું મોત થાય ત્યારે તેની અંતિમક્રિયામાં 7 થી 10 થી વધારે લોકોના જોડાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોરાનાથી મરનારાની અંતિમક્રિયા માટે ગાઇડલાઇન પણ બહાર પાડવામાં આવી છે ત્યારે સવાલ એ થાય છે કે મૃત્યુ પછી પણ શરીરમાં કેટવા સમય સુધી કોરોના વાયરસ જીવતો રહે છે તે જાણવું જરુરી છે.
કોરોના વાયરસ કોઇ પણ મૃતદેહમાં જયાં સુધી ફલૂડ એટલે કે તરલ હોય ત્યાં સુધી જીવતો રહે છે. કોઇ પણ કોરોના સંક્રમિત વ્યકિતને દફનાવવામાં આવે ત્યારે શરીરમાંથી ફલૂડ ખતમ થતા 3 થી 4 દિવસ લાગે છે આથી ત્યાં સુધી વાયરસ જીવતો રહી શકે છે. આથી જો કોઇ દફનાવવામાં આવેલા શખ્સને બહાર કાઢવામાં આવે અને વાયરસ મોં,આંખ કે નાક દ્વારા શરીરમાં ઘૂંસ્યો તો સંક્રમણ થવું નકકી જ છે. આથી દફનાવ્યા પછી પણ તે સ્થળની સુરક્ષા રાખવામાં આવે તે જરુરી છે. મૃતદેહને દફનાવવો કે બાળવો એ અંગે હંમેશા વિવાદ રહયો છે તે કલ્ચર ભેદનો પણ વિષય છે પરંતુ કોરોના સંક્રમણની મહામારીની રીતે વિચારીએ તો બંને સુરક્ષિત પધ્ધતિ છે..
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહયું છે કે ઇબોલા વાયરસના સંક્રમણ દરમિયાન એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી હતી તે અંર્તગત મૃતકને દફનાવવાની અંતિમવિધી દરમિયાન કેટલીક કાળજી રાખવી જરુરી છે. ઇન્ફેકશન થવાની શકયતા બાળવા દરમિયાન પણ થવાની શકયતા રહે છે પરંતુ મૃતદેહને બાળવાની પ્રકિયા પુરી થાય પછી કોઇ જ ખતરો રહેતો નથી. જયારે શબમાં 3 થી 4 દિવસ કોરાના વાયરસ જીવતો રહેતો હોવાથી આટલા સમય સુધી મૃતદેહ દાટવામાં આવ્યો હોય તે સ્થળની કાળજી રાખવી જરુરી છે. જો કે કોરોના વાયરસ શબોથી ફેલાય છે એ બાબતે હજુ પણ નિષ્ણાતોમાં મતભેદ જોવા મળે છે. આ વાયરસ રેસ્પિરેટરી સિસ્ટમાં લિકવિડ,કફ અને લાળ વગેરેથી શરીરમાં ઘૂસે છે. સંક્રમિત વ્યકિતના ખાંસવાથી કે છિંકવાથી ફેલાય છે પરંતુ કાળજી રાખવામાં આવે તો શબથી ફેલાવવાની શકયતા ઓછી રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news