ચોમાસા દરમ્યાન આંખના સંક્રમણ વધવાનો ખતરો વધારે હોય છે. આ સંક્રમણ કોઈપણ પ્રકારનું હોઈ શકે છે. સંક્રમણના કારણે હેલ્થ પર ખરાબ અસર જોવા મળે છે. ચોમાસા દરમ્યાન ખાસ કરીને પેટ ની સાથે આંખની બિમારીઓ પણ વધી જાય છે. આંખમાં સંક્રમણ થવાથી તમારા વિઝન પર અસર થાય છે. જો તમે આ ઉપાય નું ધ્યાન રાખો છો તો તમે આ ખતરો ઓછો કરી શકો છો.
1.દિવસ દરમિયાન તમારી આંખો નું ખાસ ધ્યાન રાખો અને સવાર અને સાંજના સમયે આંખોને ઠંડા પાણીથી સાફ કરો. કોઈપણ પ્રકારની ગંદકી આંખ માં ન રહે તેનું પણ ધ્યાન રાખો.
2.યોગ્ય પ્રમાણમાં ઉંઘ લો તે પણ ખૂબ જરૂરી છે. તેનાથી તમારી આંખોનો થાક દૂર થશે. શરીર કરતાં આંખ વધારે કામ કરે છે અને તેને આરામ આપવો જરૂરી છે.
3.ઠંડી હવા,ધૂળના રજકણો, વગેરેથી આંખને બચાવવી જરૂરી છે. તેના માટે કોઈ પણ એવા સ્થાન થી પસાર થાઓ તો આંખ ને ચશ્માથી કવર કરી લો જેથી આંખમાં કચરો ન જાય અને તેને નુકસાન ન થાય.
4.આંખમાં કોઈ પણ પ્રકારની અસહજતા, લાલાશ કે ખંજવાળ આવે તો આંખના ડોક્ટર ને બતાવો અને તેમની સલાહ લો એ પણ જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.