સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો હતો. આ દરમિયાન, આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે. જ્યાં જુઓ ત્યાં ઓક્સીજનની અછત વર્તાઈ છે. દર્દીઓની હાલત ખરાબ છે તેમનાથી વધારે તેમના પરિજનો દુ:ખી છે. મહામારીએ એટલી હદે સમસ્યા સર્જી છે કે લોકો હવે ડરી રહ્યા છે.
કોરોના વાયરસની એવી ખરાબ હાલત થઇ છે કે હવે હેલ્થ ઓથોરીટીઝ લોકો દ્વારા ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવે છે. ડોક્ટરોનુ કહેવુ છે કે, જો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો હોસ્પિટલમાં જવાની કોઈ જરૂર નથી. જો ઓક્સીમીટર પર ઓક્સીજન લેવલ સતત 90ની નીચે આવે તો જ હોસ્પિટલમાં જવાનો આગ્રહ રાખો. આ સિવાય જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેમણે કેટલીક વાતોનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ.
વીએબીએમડી એક રીપોર્ટ મુજબ, શરીરમાં ઓક્સીજનની કમી થાય ત્યારે ગેસ સ્ટવ, મીણબતી, ફાયરપ્લેસ, વિજળી કે ગેસ હીટર જેવી વસ્તુઓથી 5 ફૂટ દુર રહેવુ જોઈએ. આવી વસ્તુઓ દર્દીની નજીક હોય તો પણ શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. પેન્ટ થિનર, એરયોસેલ સ્પ્રે, ક્લીનિંગ ફ્લુડ જેવા ફ્લેમેબલ પ્રોડક્ટનો બિલકુલ ઉપયોગ કરવો નઈ. પેટ્રોલિયમ, ઓયલ, ગ્રીસ બેસ્ડ ક્રીમ કે વેસેલીન જેવી વસ્તુઓ છાતી પર કે શરીરના કોઇ અંગ પર લગાડવી જોઈએ નહિ.
આ ઉપરાંત, જો તમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો ભુલથી પણ ધુમ્રપાન ન કરવું અને સિગરેટ-બીડી પીવાવાળાથી દુર જ રહેવુ જોઈએ. ઘરમાં ઉપયોગમાં આવતી કેમિકલથી બનેલી ખુશ્બુવાળી અગરબત્તી કે ધુપબત્તીના ધુમાડાની નજીક જવું નહિ તેમજ ઘરના બારી બારણા ખુલ્લા રાખો. ઉપરાંત વાતાવરણ ખુલ્લુ હોય તેવી શાંત જગ્યાએ થોડો સમય વિતાવો અને પ્રાણાયામ કરો. આમ કરાવાથી તમારા ફેફસા પણ મજબુત થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.