ગરમીની શરૂઆતમાં જ પગની એડી ફાટવા માંડે છે. તે એટલી ખરાબ રીતે ફાટે છે કે, તમારા પગ જાણે પથ્થરની ખાણમાં કામ કર્યા હોય તેવા લાગવા માંડે છે. આ માટે તમે બધા ઉપાય કરી જોયા હશે, પણ બધા બેકાર નીવડ્યા હે. તો હવે આ દેશી ઘરેલુ નુસ્ખો અપનાવી જુઓ. તમે નિરાશ નહિ થાઓ.
ગરમી શરૂ થતા જ પગની ત્વચા સૂકી થવા લાગે છે. અને પછી એડીઓ ફટવાની શરૂ થઈ જાય છે. ત્યારે ક્રીમ લગાવીને તમારા પગને કેમિકલી ટ્રીટ ન કરો. તેમજ પથ્થર ઘસીને પણ તેની ત્વચાને નુકશાન કરો. આવામાં તમારા પગ સુંદર અને સોફ્ટ રાખવા માટે લીંબુ અને મોજાનો પ્રયોગ કરો.
મોજામાં લીંબુ રાખીને સૂઈ જાઓ
પગની એડીને સુંદર બનાવવા રાતના સમયે કાપેલુ લીંબુ મોજામાં રાખીને સૂઈ જાઓ. આનાથી રાતભર એડી મોઈશ્ચરાઈઝર થતી રહેશે. જેનાથી ગરમીમાં એડી ફાટવાની સમસ્યા નહિ રહે.
આવી રીતે કરો પ્રયોગ
-બને તો લીંબુને આખા પગ તથા પગના તળિયા પર ઘસો
-બચેલા લીંબુથી આખી એડી કવર કરી લો. પણ તેમાં પલ્પ બચેલો હોવો જોઈએ.
-મોટી સાઈઝનુ લીંબુ લો, જેથી એડી આખી કવર થઈ જાય.
-હવે મોજા પહેરીને સૂઈ જાઓ.
મોજામાં લીંબુ બે કલાક પણ રાખી શકો છો. પણ સારુ પરિણામ મેળવવુ હોય તો આખી રાત લીંબુ રાખો. થોડા જ દિવસોમાં એડીમાં આવેલ બદલાવથી તમે ખુશ થઈ જશો. લીંબુનો રસ કેમિકલી પીલિંગનુ કામ કરે છે, જે એડી પરથી ફાટેલી અને ડ્રાય સ્કીન ઉતારીને નવી સ્કીન લાવવા મદદ કરશે. સાથે જ નવી સ્કીનને કોમળ બનાવીને રાખશે. લીંબુનુ પરિણામ તો તરત બીજા જ દિવસે મળવા લાગે છે.
મોજામાં રાખેલ લીંબુનો ફાયદો
-ફાટેલી એડી સારી બનશે
-પગની ડ્રાયનેસ દૂર કરશે
-એડીને ફાટવાથી દૂર રાખશે
-પગના તળિયા મુલાયમ બનાવશે
-પગની સાફ રાખશે
-પગને ગોરો બનાવશે
-પગને મોઈશ્ચરાઈઝર કરશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.