ગતવર્ષે ૨૪ મી મે ની ગોજારી સંધ્યાએ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી ઉઠી હતી જેમાં ૨૨ જેટલા નાના મોટા માસુમ જીવતા હોમાય ગયા હતા અને આ પાછળ બેજવાબદાર અને ભ્રષ્ટાચારી અધિકારીઓનો હાથ બહાર આવ્યો હતો. જેમાંથી ઘણા હાલમાં જેલ ના સળિયા પાછળ છે અને SMCના કેટલાક અધિકારીઓ હમણાં જ જમીન પર બહાર આવ્યા છે અને નિષ્ઠુર તંત્રે તેમણે ફરીથી નોકરી પર લગાવ્યા છે.
તક્ષશિલા અગ્નિકાંડ માં હોમાયેલ માસૂમ બાળકો ની 24 મે ના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે હર્દસ્થ શ્રદ્ધાંજલિ ઈશ્વર તમામ બાળકોના આત્માને શાંતિ અર્પે અને જે પણ દોષી અને પાપી લોકો ને કારણે આ સમગ્ર ઘટના બની છે. તેમને સજા મળે તેવી ઈશ્વર ચરણોમાં પ્રાર્થના સાથે 24 મે સાંજે 9:00 કલાકે આપના ઘર આંગણે કે બાલ્કની મા દીપ જલાવી શ્રદ્ધાંજલિ અર્પણ કર્વાનું અભીયાન હાલમાં સોશિયલ મીડીયામાં ચાલી રહ્યું છે. જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
તક્ષશિલા કાંડમાં મોટી માછલીઓને બચાવતા તંત્ર વિરુદ્ધ સરકારને લોહીથી લખાયો પત્ર- જુઓ વિડીયો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news