Saurashtra Cricket Association: સૌરાષ્ટ્રના 5 દિગ્ગજ ક્રિકેટરો એરપોર્ટ પર દારૂ સાથે પકડાયા. સી.કે. નાયડુ ટ્રોફીની મેચ જીતી રાજકોટ આવવા નીકળેલા ક્રિકેટરોની કિટ ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેક કરતાં ભાંડાફોડ થયો, રણજીની ટીમના એક સિનિયર ખેલાડીએ જુનિયરો પાસે દારૂ-બીયરનો જથ્થો મગાવ્યાનો ઘટસ્ફોટ, SCAના બે હોદ્દેદારના પૌત્ર અને દોહિત્ર સહિતના ખેલાડીઓ(Saurashtra Cricket Association) સામે પગલાં લેવાશે? સૌરાષ્ટ્રની U-23ની ક્રિકેટ ટીમ સી.કે.નાયડુ ક્રિકેટ ટૂર્નામેન્ટનો મેચ રમવા ચંદીગઢ ગઇ હતી.
ચંદીગઢ એરપોર્ટ પર દારૂ સાથે ક્રિકેટરો ઝડપાયા
મેચ જીતીને પરત ફરતી વખતે પાંચ ખેલાડીએ પોતાની કિટમાં દારૂ-બીયરનો જથ્થો છુપાવી દીધો હતો. જોકે ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પાંચેય કિટ કબજે કરી લીધી. આ મામલે એસસીએને જાણ કરતાં એસસીએ પાંચેય ખેલાડીના કરતૂતો પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો. સૌરાષ્ટ્રના 5 ક્રિકેટરો ચેકીંગ દરમિયાન દારૂ સાથે ઝડપાયા છે. ચંડીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેકીંગ કરતા ભાંડો ફુટ્યો છે.
સી.કે.નાયડુ ટ્રોફીનો મેચ જીતી રાજકોટ પરત ફરતા હતા ત્યારે ક્રિકેટરોના કીટમાંથી દારૂ અને બિયર ઝડપાયું. સૌરાષ્ટ્રના અંડર 23 ટીમના ખેલાડીઓ સી કે નાયડુ ટ્રોફી રમવા ચંદીગઢ ગયા હતા જે બાદ સિનિયરે જુનિયર ક્રિકેટર જોડે દારૂ-બિયર મંગાવ્યા હતા. જો કે આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશોનું સમગ્ર મામલે મૌન ધારણ કર્યું છે. સૌરાષ્ટ્રની કિક્રેટ ટીમના પાંચ ખેલાડીઓએ દારૂની હેરાફેરીનો ખેલ પાડ્યાની વાત દબાવવા માટે એસસીએના હોદ્દેદારોએ ભારે મથામણ કરી હતી. પાંચેય યુવા ખેલાડી કોના માટે દારૂ-બીયરનો જથ્થો લઇ આવતા હતા તે બાબત પણ રસપ્રદ હતી.
રણજી ટ્રોફી રમતા એક સમર્થ ક્રિકેટરે પાંચ જુનિયર ખેલાડીઓને પોતાના માટે દારૂ-બીયરનો જથ્થો લઇ આવવા સૂચના આપી હતી અને સિનિયરને ખુશ કરવા પાંચેય યુવા ખેલાડીઓએ દારૂ-બીયરની હેરાફેરીનો તખ્તો ગોઠવ્યો હતો. પ્રશમ રાજદેવના દાદા મહેન્દ્ર ઉર્ફે મનુ રાજદેવ પિચ ક્યૂરેટર છે જ્યારે સ્મિતરાજ ઝાલા રણજી ટ્રોફીની સૌરાષ્ટ્રની ટીમના મેનેજર મોહનસિંહ જાડેજાનો દોહિત્ર છે. ક્રિકેટની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સિનિયરને ખુશ કરવા દારૂ-બીયરની હેરાફેરી કરનાર પાંચેય ખેલાડીઓ સામે કોઇ કાર્યવાહી થશે કે એસોસિઅેશનમાં પરિવારના સભ્યો મહત્ત્વના હોદ્દા ધરાવતા હોય તેમના જોરે ટીમમાં સ્થાન બનાવી અન્ય ખેલ ચાલુ રાખવાનો પરવાનો અપાશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઇ જશે.
27 બોટલ દારુ અને બે યુનિટ બિયર ઝડપાયો
ટીમ મેચ રમવા માટે ચંદીગઢ ગઈ હતી, ત્યારે પરત ફરતી વખતે તેમણે આ દારૂ અને બિયરનો જથ્થો ખરીદ્યો હતો. આ 5 ક્રિકેટરોની કીટમાંથી 27 બોટલ દારૂ અને બે યુનિટ બિયર ઝડપાયો હતો. સમગ્ર મામલે ઝીંણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
જે પાંચ ક્રિકેટરોના કીટમાંથી દારૂ ઝડપાયો છે તેમના નામ પ્રશમ રાજદેવ, સમર્થ ગજ્જર, રક્ષિત મેહતા, પાર્શ્વરાજ રાણા, સ્મિતરાજ ઝાલા છે. જેમાંથી પ્રશમ રાજદેવ અને સ્મિતરાજ ઝાલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશનના હોદેદારો અને સ્ટાફ જોડે સબંધ ધરાવે છે. પ્રશમ રાજદેવ ની દાદા મહેન્દ્ર ઉર્ફે મનુ રાજદેવ પીચ ક્યુરેટર છે જયારે સ્મિતરાજ ઝાલાએ ટિમ મેનેજર મોહનસિંહ જાડેજાનો દોહિત્ર છે. જો કે આ બાબતે કોઈ આધિકારીત માહિતી એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવી નથી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ડર-23ના ક્રિકેટરો ચંદીગઢથી રાજકોટ પહોંચ્યા હતા. પરંતુ તેમાંથી પાંચ ક્રિકેટરની કીટમાંથી દારૂ-બીયર મળ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube