બિહાર(Bihar): છપરા(chapra)માં એક 15 વર્ષનો છોકરો કાનમાં ઈયરફોન(Earphones) લગાવીને ગીત સાંભળી રહ્યો હતો. તે રેલવે ટ્રેક પર સ્ટેશન તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન, તેને એક સ્પીડમાં આવતી ટ્રેને ટક્કર મારી હતી. અકસ્માતમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના ગઈકાલે બની હતી.
ગોરખપુર(Gorakhpur) પાટલીપુત્ર એક્સપ્રેસ(Pataliputra Express) ટ્રેનને કારણે આ અકસ્માત થયો હતો. ઘટના મઢૌરા(Madhura)ના ટેરા ગામની છે. છોકરાનું નામ રાહુલ કુમાર(Rahul Kumar) છે. તે મશરક પોલીસ સ્ટેશન વિસ્તારના સોનૌલી(Sonauli) ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળ્યું છે કે, સવારે જ્યારે રેલવેકર્મચારીઓ દ્વારા તેનો મૃતદેહ જોયો તો પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃત્યુ બાદ પણ છોકરાના કાનમાં ઈયરફોન લગાવેલા જ હતા. બાદમાં તેના મૃતદેહને ગામમાં લાવવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોની હાલત ઘણી કફોડી બની હતી. મળતી માહિતી મુજબ, છોકરો એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. લગ્નમાં સામેલ થયા બાદ ઘરે પરત ફરતી વખતે તે ટ્રેનની અડફેટે આવી ગયો હતો.
આ ઘટના અંગે, છોકરાના કાકા સંતોષ પરિહારે જણાવ્યું હતુ કે તે જનતા હાઈસ્કૂલ ગોઢનામાં ધોરણ 9માં ભણતો હતો. તે મઢૌરાનો ટેરા ગામે તેના મામા રવિન્દ્ર સિંહને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયો હતો. લગ્ન પ્રસંગ બાદ ત્યાંથી તે ગઈકાલે મશરક આવવા માટે ટ્રેન પકડવા રેલવે ટ્રેકના રસ્તે ટેરા રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો. તે કાનમાં ઈયરફોન લગાવીને ગીત સાંભળતા સાંભળતા રેલવે ટ્રેક પર જઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું.
આ દરમિયાન, પાછળથી ગોરખપુર પાટલીપુત્ર એક્સપ્રેસ ટ્રેન પુરઝડપે આવી રહી હતી. છોકરાએ કાનમાં ઈયરફોન લગાવેલા હતા જેના કારણે તેને ટ્રેનનો અવાજ સંભળાયો નહોતો અને તે ટ્રેનની અડફેટે આવી ગયો હતો. મૃતક બે ભાઈમાં મોટો હતો અને તેના પિતા ટ્રક ડ્રાઈવરનું કામ કરીને ગુજરાન ચલાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.