અવારનવાર સોશિયલ મીડિયા પર કેટલાંક વિડીયો વાયરલ થતાં હોય છે. આવી જ એક ખુબ વાયરલ થયેલ વિડીયોને લઈ જાણકારી સામે આવી છે. સામાન્ય રીતે આપણે જોતા હોઇએ છીએ કે, ઘણીવખત બાળકો ખુબ નાની ઉંમરથી જ મોટરસાયકલ તથા કાર ચલાવવાના ખુબ શોખીન હોય છે.
તેઓને ભલે ગમે તેટલો શોખ હોય પણ માતા-પિતા ક્યારેય પણ તેઓને ગાડી અથવા તો બાઇક ચલાવવાની છુટ્ટી નહીં આપે. ત્યારપછી ભલે ને બાળક ગમે તેટલી જીદ જ કેમ ન કરે પણ તેમ છતાં તમે નાના બાળકોને ઘણીવખત નાની એવી ઉંમરમાં સાઇકલ ચલાવતા જોયા હશે.
તમે ક્યારેય પણ કલ્પના નહીં કરી હોય કે, ક્યારેય કોઇ નાનું બાળક લેન્ડ ક્રુઝર જેવી ગાડી ચલાવતું હોય તેમજ એ પણ ફુલ સ્પીડમાં. હાં તો આજે અમે તમને એક એવો જ વીડિયો તેમજ એનાં વિશે થોડી જાણકારી આપવા માટે જઇ રહ્યાં છીએ.
વીડિયો જોઇ તેની પર વિશ્વાસ કરવો મુશ્કેલ :
હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે કે, જેમાં એક નાનું એવું બાળક રસ્તા પર પુરઝડપે લેન્ડ ક્રુઝર ચલાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે તથા લોકો આ વીડિયોને જોઇ આશ્વર્યચકિત પણ થઇ ગયા છે.
જે કોઇપણ વ્યક્તિએ આ વીડિયો જોયો છે તેઓની માટે આની પર વિશ્વાસ કરવું ખુબ મુશ્કેલ બની રહ્યું છે. આ જ રીતે તમે પણ આ વીડિયો જોઇને વિચારમાં પડી જશો. આ વીડિયોમાં જોવા મળે છે કે, એક 5 વર્ષનું બાળક બ્લેક કલરની લેન્ડ ક્રુઝર ગાડીને ખૂબ જ મજાપૂર્વક પુરઝડપે ચલાવી રહ્યું છે.
વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય કે બાળકના પગ ગાડીના રેસ સુધી નથી પહોંચતા :
આ વીડિયોને જે યુઝર દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે તે આ વીડિયોને મુલ્તાન શહેરનો હોવાનું માનવામાં આવે છે. બાળક મુલ્તાન શહેરની સૌથી ભીડભાડવાળાં વિસ્તારમાં જાહેરમાં પર લેન્ડ ક્રુઝર જેવી મોટી ગાડી તેજ ઝડપે ચલાવી રહ્યું છે.
વીડિયોને જોઇ સૌ કોઇ લોકો એવું વિચારી રહ્યાં છે કે, આખરે આ કેવી રીતે શક્ય છે ત્યારે આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, આ બાળકના પગ ગાડીના રેસ સુધી નથી પહોંચી રહ્યાં એટલાં માટે તે કારના ફર્શ પર ઊભો છે. હવે એમાં કેટલી હકીકત છે અને કેટલું ખોટું તે વાતનો ખુલાસો હજુ સુધી થયો નથી.
A small kid driving Landcruiser in Multan ? how’s his feet even touching pedals. Whose kid is this ? pic.twitter.com/h5AXZztnYb
— Talha (@talha_amjad101) January 26, 2021