Live GT vs CSK Final IPL Final 2023: ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL 2023) ના ફાઈનલ મુકાબલામાં આજે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આજે મેચ રમાશે. IPL ની બંને ટેબલ ટોપર ટીમ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાશે. ગુજરાત ટાઈટન્સે ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સને 62 રનથી હરાવ્યું હતું અને ફાઈનલમાં જગ્યા પાક્કી કરી. જ્યારે પ્રથમ ક્વોલીફાયારમાં ગુજરાતને ચેન્નાઈ એ હરાવીને CSK એ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદમાં રાતે વરસાદની 50 ટકા શક્યતા છે. અમદાવાદમાં લગભગ 2 કલાક છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. આ સાથે જ રાતે 9 વાગ્યા બાદ વરસાદ પડે તો 50 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. જો કે આગાહીમાં કહેવાયું છે કે રવિવારે અમદાવાદમાં ભારે વરસાદના ચાન્સ નથી પરંતુ આકાશમાં વાદળો છવાયેલા રહેવાથી છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.
ફાઈનલ મેચ રમ્યા વગર પણ ગુજરાત ટાઈટન્સ જીતી શકે એમ છે IPL ફાઈનલ
IPLના ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે ઓપનિંગ મેચ રમી રહેલી બંને ટીમો એક જ સિઝનની ફાઇનલમાં પહોંચી હોય. અમદાવાદમાં 31 માર્ચે ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે ઓપનિંગ મેચ રમાઈ હતી. ત્યારબાદ ગુજરાતે 5 વિકેટે મેચ જીતી લીધી હતી. ત્યારબાદ બંને ટીમો ક્વોલિફાયર-1માં એકબીજા સાથે રમી હતી. જ્યાં ચેન્નાઈએ જીત મેળવીને ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો હતો.
વરસાદને લીધે મેચ કેન્સલ થાય તો Gujarat Titans ચેમ્પિયન
IPLના નિયમ અનુસાર GT vs CSK Final મેચમાં એક પણ બોલ ન નખાય તો પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. જોકે વરસાદના વિધ્નને કારણે મેચ ધોવાઈ જશે તો પણ ગુજરાત ટાઇટન્સ ફરી એક વખત ચેમ્પિયન બનશે. કારણ કે તે હાલમાં પણ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.
કોણ કેટલી વાર IPL ટ્રોફી જીત્યું?
ચેન્નાઈ 4 વખત, જ્યારે ગુજરાતની ટીમ એક વખત ચેમ્પિયન બની હતી. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) 5 વખત ટાઈટલ જીતવાનો રેકોર્ડ ધરાવે છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈએ 2013, 2015, 2017, 2019, 2020 સીઝનમાં આ તમામ ખિતાબ જીત્યા છે. ધોનીની કપ્તાની હેઠળ ચેન્નાઈની ટીમે 4 વખત (2010, 2011, 2018, 2021) ટ્રોફી જીતી છે. હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીએ બે વખત ટાઇટલ જીત્યું છે (ડેક્કન ચાર્જર્સ 2009, સનરાઇઝર્સ હૈદરાબાદ 2016). કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ગૌતમ ગંભીરની કપ્તાની હેઠળ બે વખત (2012, 2014) ચેમ્પિયન બની હતી. આ ત્રણ ટીમો સિવાય રાજસ્થાન રોયલ્સ (2008) અને ગુજરાત ટાઇટન્સ (2022) 1-1 વખત ટાઇટલ જીતી ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.