‘ખૂની ખેલ’ નો LIVE વિડીયો- એકસાથે ચાર લોકોને ચપ્પુના ઘા જીકી આપ્યું દર્દનાક મોત

યરૂશલમ: દક્ષિણ ઈઝરાયેલ (South Israel)ના શહેર બીર્શેબા (Birsheba city)માં ત્યારે હોબાળો મચી ગયો જ્યારે એક વ્યક્તિએ લોકો પર છરી વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું. મંગળવારે બનેલી આ ઘટનાને પોલીસે આતંકવાદી હુમલો(Terrorist attack) ગણાવ્યો છે. સ્થળ પર હાજર સશસ્ત્ર માણસોએ હુમલાખોરને માર્યો હતો, પરંતુ તે પહેલા હુમલાખોરે 4 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

પ્રથમ મહિલાને શિકાર બનાવવામાં આવી:
એક રીપોર્ટ અનુસાર, આ ઘટના બીર્શેબા શહેરમાં એક શોપિંગ મોલની બહાર બની હતી. પોલીસે જણાવ્યું કે હુમલાખોરે પહેલા એક મહિલાની હત્યા કરી અને ત્યારબાદ તેની કાર એક સાઇકલ ચાલક પર ચડાવી દીધી. આ પછી તે છરી લઈને લોકોની પાછળ દોડવા લાગ્યો. આ જોઈને સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. આ સનસનાટી ભરી ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે.

બસ ડ્રાઈવરે બહાદુરી બતાવી:
અહેવાલો અનુસાર, હુમલાખોરની ઓળખ 34 વર્ષીય મોહમ્મદ ગાલેબ અબુ અલ-કિયાન તરીકે થઈ છે, જે નજીકના બેદુઈન નગર હુરાનો રહેવાસી છે અને આતંકવાદી ઘટનાના સંબંધમાં તેને સજા કરવામાં આવી છે. હુમલાખોરને બસ ડ્રાઈવરે ગોળી મારી દીધી હતી, અન્યથા તે વધુ લોકોને નિશાન બનાવી શક્યો હોત.

થોડા દિવસોમાં આવી ત્રીજી ઘટના:
ઈઝરાયેલના પોલીસ વડા કોબી શબ્તાઈએ તેને આતંકવાદી ઘટના ગણાવી હતી. તેણે કહ્યું કે હુમલાખોર આ પહેલા પણ ચાર વર્ષ જેલમાં રહી ચૂક્યો છે. એવું લાગે છે કે તેણે એકલા હાથે આ ઘટનાને અંજામ આપ્યો છે. જાણવા મળ્યું છે કે, ઈઝરાયેલમાં થોડા જ દિવસોમાં છરી વડે હુમલાની આ ત્રીજી ઘટના છે. રવિવારે પૂર્વ યરૂશલમના રાસ અલ-અમૌદ વિસ્તારમાં બે પોલીસ અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ પહેલા શનિવારે યરૂશલમના ફર્સ્ટ સ્ટેશન પાસે હેબ્રોન રોડ પર 35 વર્ષીય વ્યક્તિની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.

પીએમ નફતાલી બેનેટે દુઃખ વ્યક્ત કર્યું:
તે જ સમયે, ઇઝરાયેલના વડા પ્રધાન નફતાલી બેનેટે આ હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. એક નિવેદનમાં, તેમણે હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે આતંકવાદીઓ અને તેમના સહયોગીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *