એક્ટર અને બિગ બોસના પ્રતિસ્પર્ધી એજાઝ ખાને કથિત રીતે ફેસબુક પર આપત્તિજનક પોસ્ટ કરવા માટે શનિવારે પોલીસે ગિરફ્તાર કરી લીધો છે. પોલીસ અધિકારીએ જાણકારી આપી છે.તેમણે જણાવ્યું કે facebook લાઇવ દરમિયાન એજાઝ ખાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી ના સંદર્ભમાં તેમને ખાર સ્ટેશનમાં ગિરફતાર કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે એઝાઝ ખાનને સાંપ્રદાયિક સબંધો બગાડવાના પ્રયાસના આરોપમાં ભારતીય દંડ સંહિતાની ધારા ૧૫૩ અને અન્ય ધારાઓ અંતર્ગત ગિરફતાર કરવામાં આવ્યો છે. આગળ તપાસ ચાલુ છે.પોલીસે જણાવ્યું કે ગયા વર્ષે જુલાઈમાં પણ એ ઝાડને ફેસબુક પર આપત્તિજનક પોસ્ટ મૂકવાને કારણે ગિરફતાર કરવામાં આવ્યો હતો.
ઓક્ટોબર 2018 માં એઝાઝ ખાન ને કથિત રીતે પ્રતિબંધિત નશીલા પદાર્થના સેવન માં ગિરફતાર કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે એક્ટર એઝાઝ ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તે ટ્વિટર પર કાયમ સામાન્ય મુદ્દાઓને લઇને પોતાની વાત પણ રાખતા નજર આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news