ભાજપના દિગ્ગજ નેતાને મંદી નડી , 400 કર્મચારીઓને છુટ્ટા કર્યા – વધુ વિગતો જાણવા અહી ક્લિક કરો

Lodha, India's largest realty group, lays off 400 employees

હાલના સમયમાં દેશનું અર્થતંત્ર ખુબ ગંભીર હાલતમાં છે. દેશમાં ભયંકર મંદીનો માહોલ છવાયેલો છે. સરકારે નોકરીઓ આપવાની વાતો કરી હતી પણ લોકોને પોતાની નોકરીઓ ગુમાવાનો ભય છે. દરરોજ હજારો કર્મચારીઓ પોતાની નોકરીઓ ગુમાવી રહ્યા છે. પ્રાઇવેટ જ નહિ પરંતુ સરકારી કર્મચારીઓ પણ છુટા થઇ રહ્યા છે. આવા માહોલમાં પોતે  ખોદેલા ખાડામાં પોતે જ પડ્યાની સ્થિતિ ભાજપના આ નેતા સાથે બની છે. આવી મંદીમાં મુંબઈ ભાજપના અધ્યક્ષ મંગળ પ્રતાપ લોઢાની રીયલ એસ્ટેટ કંપની મેક્રોટેકે 400 કર્મચારીઓને મંદીના કારણે છુટા કરી દેવામાં આવ્યા છે.

કંપનીનું કહેવું છે કે લોનનો બોજો અને વેચાણમાં ઘટાડાને કારણે કંપનીએ આ પગલુ લીધુ છે. લોઢાની કંપની રીયલ એસ્ટેટ સેક્ટરમાં સૌથી મોટી કંપનીઓ પૈકી એક ગણાય છે. કંપનીનુ કહેવુ છે કે, કર્મચારીઓના કામકાજના પ્રદર્શનને જોઈને છટણી કરવામાં આવી છે. જે કર્મચારીઓને છુટા કરાયા છે તે જુનિયર લેવલના કર્મચારીઓ છે. કંપની 50,000 લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી આપે છે.

દરેક મોટી અને સરકારના મિત્રોની કંપનીની જેમ લોઢાની કંપની મેક્રોટેક પર હાલમાં 25,000 કરોડનુ દેવુ છે. બે ગ્લોબલ રેટિંગ એજન્સિઓ મૂડીઝ અને ફિચે કંપનીને નેગેટિવ રેટિંગ આપેલુ છે. આવી સ્થિતિમાં બેંકો લોનની રકમ ઉઘરાવાને બદલે NPA (નોન પરફોર્મિંગ એસ્સેટ)માં તેની ગણના કરી નાખે છે અને જનતાં પર તેનો બોજો પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.