શું તમને ખબર છે કે જંગલના પ્રાણીઓ કેટલા કલાકની ઊંઘ લે છે ? જાણી ને દંગ રહી જશો.

આજનો માનવી ખાધા વગર લાંબું જીવી શકે છે, પરંતુ ઉંઘ લીધ્યા વગર કઈ પણ શક્ય નથી. વૈજ્ઞાનિક કહે છે કે, સામાન્ય વ્યક્તિ તેના જીવનનો ત્રીજો ભાગ ઉંઘમાં વિતાવે છે. સામાન્ય રીતે આઠ કલાકની ઉંઘ માનવીઓ માટે પૂરતી માનવામાં આવે છે. આ કારણ જાણી ને પણ ઘણા લોકો માત્ર 4 થી 5 કલાક જ નીંદ કરે છે, આવા માણસોમાં અંતે મૃત્યુનની સંભાવના વધી જાય છે, જ્યારે જંગલના પ્રાણીઓમાં એવું નથી હોતું. તેમની પાસે ઘણા કલાકો સુધી સૂવાની ક્ષમતા હોય છે. આજે અમે તમને એવા જ કેટલાક જીવો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જેને દુનિયાના સૌથી વધુ અને ઓછા સૂતા જીવો તરીકે ઓળખવામાં આવે છે.

અહીં આપેલ તસ્વીરમાં છે નાઈટ મંકી. તેમની આંખો ધુવડની જેમ અને આખુ શરીર એક વાંદરાની જેમ હોય છે. આ જ કારણ છે કે તે રાતમાં પણ જોવા માટે સક્ષમ હોય છે. તેઓ મોટાભાગે પનામા અને ઉષ્ણકટિબંઘીય દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. નાઈટ મંકી 24 કલાકમાં 17 કલાક સુવામાં જ વિતાવી દે છે.

વિશ્વભરમાં સાંપોની લગભગ 2500 પ્રજાતીઓ જોવા મળે છે. જેમાં સૌથી લાંબા અને ખતરનાક હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે અજગર પણ 24 કલાકમાં 18 કલાક ઉંઘે છે.

દક્ષિણ અમેરિકા અને ઉત્તરી અરજેંટીનામાં જોવા મળતા વિશાળ આર્માડિલો પણ સુવામાં માહેર હોય છે. તેઓ 24 કલાકમાંથી 18.1 કલાક ઉંઘે છે.

આ છે ઉત્તરી અમેરિકામાં જોવા મળતુ ભૂરૂ ચામાચીડીયુ. આ જીવ 24 કલાકમાં 19.9 કલાક ઉંઘે છે.

આ છે કોઆલા જે ઓસ્ટ્રેલિયામાં આવે છે. આ એક રીતનો રીછ છે. તેને દુનિયામાં સૌથી વધુ ઉંઘનાર0 જાનવર છે. આ 24 કલાકમાંથી 22 કલાક જ ઉંઘે છે.

જિરાફને તો પોતાની ઝુમાં ખુબ જ જોયુ હશે. તમને જાણીને નવાઈ લાગશે તે જીરાફ એકવારમાં 5 મિનીટ જ્યારે 24 કલાકમાં 30 મિનીટ જ ઉંઘે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *