અમદાવાદમાં આ વર્ષે નીકળશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા, આ પ્રમાણેની સંપૂર્ણ તૈયારી સાથે નીકળશે નગરયાત્રા

અમદાવાદમાં જગન્નાથની રથયાત્રાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છો. રથયાત્રા નિકળશે કે નહીં તે અંગે ના સૌથી મોટા અને સચોટ સમાચાર ત્રિશુલ ન્યૂઝ પાસે આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. તંત્રએ પણ રથયાત્રા કાઢવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પહેલા જનતા કરફ્યુ ની વચ્ચે પણ અમદાવાદ શહેરમાં રથયાત્રા નીકળશે. મહંતની જીપ, ભગવાન જગન્નાથજીના ત્રણેય રથ ફુલ પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથની ૧૪૪ મી રથયાત્રા નીકળશે.

ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામાન્ય જનતા જોડાઈ શકશે નહીં. કોરોના સંક્રમણ ને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા રથયાત્રા માટે ગાઈડલાઈન ને પણ જાહેરાત કરવામાં આવશે. કોરોનાના નિયમો હેઠળ રથયાત્રાને કાઢવામાં આવશે. ક્યારે પોળમાં રહેતા લોકોએ રથયાત્રાને લઈને પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું છે કે, અને ગાઇડલાઇન મુજબ તમામ નિયમોનું પાલન કરવાની ખાતરી આપીએ છીએ. માહિતી અનુસાર પોળમાં જય રણછોડ અને માખણચોરના નાદ ગુંજ્યા છે.

નોંધનીય છે કે, ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાને લઈને સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ભગવાન જગન્નાથજીના દર્શનનો લાહ્વો લેવા માટે સૌ નગરજનો અધીરા બન્યા છે. રથયાત્રા અને જળયાત્રા ની તૈયારીઓ પહેલેથી જ શરૂ કરી દેવામાં આવી છે.

જેમાં પરંપરાગત રીતે ૧૮ ગજરાજ જળયાત્રા હાજર રહેશે. ગજરાજને અન્ય રાજયોમાંથી મંદિરમાં લાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. મંદિરના મુખ્ય ગજરાજ ભુદર નદીના આરે જળ યાત્રામાં રહેશે. અને અન્ય ૧૭ ગજરાજ મંદિરના પ્રાંગણમાં જ રહેશે. ભગવાન જગન્નાથજીના વાઘા બનાવવા માટેની તમામ તૈયારીઓ મંદિરમાં શરૂ કરી દેવામાં આવી છે. વાઘા બનાવનાર ને મંદિર માં બોલાવી ભગવાનના વાઘા કેવી રીતે બનાવવા તે અંગેની સૂચના મહંત દ્વારા આપવામાં આવી છે રજવાડી વેશના વાઘા બનાવવાનો પણ ઓર્ડર આપવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથજીના વાઘા બનાવવા માટે મથુરાથી અને વૃંદાવન થી કાપડ મંગાવવામા આવ્યું છે.

અમદાવાદ શહેરની ૧૪૪મી જગન્નાથજીની રથયાત્રાની પરમિશન મળે તે પહેલા જ હવે કોર્પોરેશન તરફથી પણ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા પહેલા જ તમામ રસ્તાઓનું સમારકામ શરૂ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જગન્નાથ મંદિરની બહાર રોડ પર પડેલા ખાડાઓને દૂર કરવા માટે પણ તંત્રએ કામગીરી હાથ ધરી દીધી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા યાત્રા પહેલા તમામ ખાડાઓને પૂરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *