મોટા ભાગના લોકો જેમનું લગ્નજીવન સફળ ન હોય તેઓ પોતાને બીજી તક જરૂરથી આપે છે. એટલે કે, તેઓ ફરીથી લગ્ન કરીને ઘર વસાવે છે. હાલમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક 31 વર્ષની મહિલાએ પણ આવું જ કર્યું, પરંતુ તેણે કોઈ બીજા સાથે નહીં, પણ પોતાના સાવકા સસરાને જીવનસાથી બનાવ્યો. પોતાના પતિ લાથે ડિવોર્સ થઈ ગયા હતા, ત્યારબાદ તેણે તેના 60 વર્ષીય સાવકા સસરા સાથે લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
મળતી માહિતી મુજબ, 19 વર્ષની ઉંમરમાં તેના એક સ્થાનિક ફેક્ટરીમાં કામ કરતા યુવક સાથે લગ્ન થયા હતા. બંનેને એક બાળક પણ હતું, પરંતુ પરસ્પર વિવાદને કારણે 2011થી સંબંધોમાં તિરાડ પડી ગઈ. આ દરમિયાન યુવતીએ સાવકા સસરાની નિકટ આવી. 2017માં જ્યારે તેના ડિવોર્સ થયા ત્યારે સાવકા સસરાએ મહિલા પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. થોડા સમય સુધી એરિકાએ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં, પરંતુ થોડા સમય પછી તેણે હા પાડી.
બંનેની ઉંમરમાં 29 વર્ષનો તફાવત હોવા છતાં બંને આજે પતિ-પત્ની તરીકે પોતાનું જીવન પસાર કરી રહ્યાં છે. લગ્નના એક વર્ષની અંદર મહિલાએ એક પુત્રીને પણ જન્મ આપ્યો. હવે બંને બાળકો પોતાની માતાની સાથે રહે છે. તેના નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરતાં મહિલાએ જણાવ્યું કે, જ્યારે મુશ્કેલ સમયે તેમણે મને ટેકો આપ્યો, ત્યારે મેં વિચાર્યું કે અમારી જોડી સારી રહેશે.
તેણે કહ્યું હતું કે, મારી ઉંમર તેના કરતાં વધારે દેખાય છે. યુવતીના પહેલા પતિએ પણ બીજા લગ્ન કરી લીધા છે અને બંનેની પાસે તેમના પહેલા પુત્રની કસ્ટડી પણ છે. આ બંને પરિવાર નજીકમાં જ અલગ અલગ ઘરોમાં રહે છે. મહિલાના પહેલા પતિએ કહ્યું હતું કે, અમારી વચ્ચે હવે બધું સારું છે. હવે અમારી વચ્ચે કોઈ જાતની નફરત નથી. અમે અમારા પુત્ર વિશે વાત કરીએ છીએ અને અમારા જીવનની સાથે આગળ વધી રહ્યા છીએ.
અમે બંને એકબીજાની સાથે ખુશ છીએ અને દરેક ક્ષણનો આનંદ માણી રહ્યા છીએ. અમે ક્યારે પણ ઉંમરના તફાવત પર ધ્યાન નથી આપ્યું, અમે અમારા નિર્ણયથી ખુશ છીએ. યુવતીને ફેશન શોમાં જવાનો શોખ હતો અને યુવક આ પ્રકારના શોને હોસ્ટ કરતો હતો. આ દરમિયાન બંનેને એકબીજાને નજીકથી જાણવાની તક મળી હતી. આ કહાની અમેરિકાના કેન્ટુકીમાંથી સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.