ગુજરાત સરકાર મંગળવારે ‘લવ જેહાદ કાયદો’ બનાવવા વિધાનસભામાં બીલ લાવવાની તૈયારીમાં- જાણો શું હશે સજા

ગુજરાતમાં લવ જેહાદ બિલ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાન સભામાં રજૂ કરાશે લવ જેહાદ બિલ રજૂ કરવામાં આવશે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે બિલ રજૂ થશે. આ બીલ સંપૂર્ણ બહુમતી સાથે પસાર થઇ જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને રાજ્યપાલની મંજુરી બાદ આ બીલ કાયદામાં પણ પરીણમશે.

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે આ વિષયમાં કાયદો ઘડ્યા બાદ ગુજરાતમાં પણ આ કાયદો પસાર કરવાના સૂર ઉઠી રહ્યા છે. વિધાનસભામાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ગુજરાતમાં લવ જેહાદનો કાયદો પસાર કરવાની માંગણી કરી ચૂક્યા છે. શૈલેષ મહેતાએ કહ્યું હતું કે, ‘સમગ્ર દેશમાં લવ જેહાદના કિસ્સા વધી રહ્યા છે એને અનુલક્ષીને યુપીમાં સરકાર કાયદો લાવી છે. ગુજરાતમાં પણ લવ જેહાદના કિસ્સા દિવસે અને દિવસે વધી રહ્યા છે. યોગી સરકાર જો કાયદો લાવી શકતી હોય તો ગુજરાત સરકારે પણ આ કાયદો ઘડવો જોઈએ એવું અમારું સ્પષ્ટપણે માનવું છે.’

બળજબરીથી ધર્મ પરિવર્તન પર  પ્રતિબંધ મૂકાશે. કોઈ પણ સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન એ ગુનો ગણાશે. એટલું જ નહીં પરંતુ આવા લગ્ન કરનાર-કરાવનારા વિરૂદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લગ્નમાં મદદ કરનાર વિરૂદ્ધમાં પણ કાર્યવાહી થશે. લગ્ન કરાવનાર સંસ્થા-સંગઠનો સામે પણ પગલાં લેવાશે. આ પ્રકારનો ગુનો બિનજામીનપાત્ર રહેશે. સંસ્થા-સંગઠનોના સંચાલક સામે સજાની જોગવાઇ થશે.

Trishul ન્યુઝના સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર લવજેહાદના કાયદામાં શું હશે ખાસ?:
આગામી સપ્તાહે ગુજરાત સરકાર લવજેહાદ બીલ રજુ કરવા જઈ રહી છે જેમા કડક જોગવાઈઓ કરવાા આવી છે. જે અનુસાર મહીલાને બળજબરીથી ધર્મપરીવર્તન કરાવાશે તો ગુનો બંધશે. મહિલાના સબંધીઓ આ કાયદો હેઠળ ગુનો નોધાવી શકશે. લગ્નમાં મદદ કરનારા વિરૂદ્ધ પણ થશે કાર્યવાહી.

લગ્ન કરાવનારા સંસ્થા અને સંગઠનના જવાબદારોની સામે પણ કડક સજાની જોગવાઈ કરવામા આવી છે. ત્રણથી દસ વર્ષ સુધીની જેલ અને પાંચ લાખના દડની જોગવાઈ કરાઈ રહી છે. લગ્ન કરાવનાર વિરૂદ્ધ પણ આ કાયદા તળે કડક કાર્યવાહી થશે. આ ગુનો બિનજામીનપાત્ર બનશે. આ ગુનાની તપાસ જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ જ કરી શકશે.

આ કાયદા હેઠળકાયદા હેઠળ ફરિયાદ કરી શકાશે. ગુનાની તપાસ જિલ્લા પોલીસ વડા અને DYSP કરશે જેમાં 3 થી 10 વર્ષની સજા અને રૂ. 5 લાખનો દંડ થશે. લવજેહાદ બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને 2 લાખનો દંડ થશે જ્યારે સગીર, SC STની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષ કેદ અને 3 લાખનો દંડ થશે.

ઉલ્લેખનીય છે કે, ચુંટણી પ્રચાર દરમ્યાન ગોધરા ખાતે યોજાયેલી જાહેરસભામાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લવ જેહાદ મામલે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદ માટે કાયદો ઘડી કાઢવામાં આવશે એમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આવનારા દિવસોમાં વિધાનસભામાં અમે લવ જેહાદનો કાયદો લાવવાના છીએ. લવ જેહાદના નામે જે પ્રવૃત્તિ ચાલે છે એ પ્રવૃત્તિ હવે ચલાવવાના નથી’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *