હાલમાં રાજ્યના સુરત શહેરમાંથી એક પ્રેમપ્રકરણ સામે આવ્યું છે. જેમાં શહેરના લાલગેટ પોલીસની હદમાં રહેતી મહિલા TRBને TRB જવાને જ પ્રેમજાળમાં ફસાવી હતી. મહિલા જવાનને લગ્ન કરવાં માટે દબાણ કરતાં જેનાથી છુટકારો મેળવવા માટે મહારાષ્ટ્ર લઈ જઇને તાપી નદીમાં ધક્કો મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
લાલગેટ પોલીસની હદમાં રહેતી પાયલ તિવારી( નામ બદલવામાં આવ્યું છે) TRBમાં હતી. પતિથી અલગ રહેતી હતી. તેને 2 સંતાન છે. 6 મહિનાથી રાહુલ વિલાસ પાટીલ(વિનાયક નગર,ઉધના) ની સાથે સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. આની સાથે જ બંને લાલગેટ વિસ્તારમાં જ ભાડાના એક રૂમમાં સાથે રહેતા હતા.
પાયલ ઘરે ન આવતા માતાએ શોધખોળ કરી:
પાયલ લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. જેની માટે રાહુલ તૈયાર ન હતો. પાયલે રાહુલને ધમકી આપી હતી કે, જો તે લગ્ન ન કરે તો પોલીસ કેસમાં ફસાવી દેશે. રાહુલ પાયલથી છુટકારો મેળવવા માંગતો હોવાથી 31 માર્ચે રાહુલ પાયલને લગ્ન કરવાના બહાને મહારાષ્ટ્રમાં લઈ જઈને ધુલિયાના શિંદખેડામાં તાપી નદીના બ્રિજ પર પાયલને ધક્કો મારી નદીમાં ફેંકી દીધી હતી.
ત્યારપછી રાહુલ સુરત આવી ગયો હતો. થોડા દિવસ બાદ પાયલ ઘરે ન આવતા તેની માતાએ શોધખોળ શરૂ કરી હતી. સતત 3 દિવસથી પાયલની માતા લાલગેટ પોલીસ સ્ટેશનમાં આવીને તેના વિશે પુછપરછ કરતી હતી. વાત પોલીસ કમિશનર સુધી પહોંચી ગઈ હતી.
માતાએ જવાન વિરુદ્ધ ગુનો નોંધાવ્યો:
TRB ગ્રુપમાંથી પાયલની માતા તેમજ પોલીસને જાણવા મળ્યું હતું કે, પાયલને રાહુલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી પોલીસે રાહુલની પુછપરછ કરતા રાહુલ ફરાર થઈ ગયો હતો તેમજ સ્વીકારી લીધું હતું કે, તેણે પાયલને મહારાષ્ટ્ર લઈ જઈ તાપીમાં ફેંકી દીધી છે.
આની સાથે જ પોલીસ દ્વારા પાયલની માતાની ફરિયાદ લઈને રાહુલની વિરુદ્ધ હત્યા-અપહરણ તથા પુરાવાઓનો નાશની કલમ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. નવાઈની વાત તો એ છે કે, મૃતક પાયલ ગર્ભવતી હોવાનું પણ ચર્ચામાં આવ્યું છે.
રાહુલ પાટીલે ઝેર ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો:
પાયલની માતાની રજુઆતના આધારે લાલગેટ પોલીસ તથા ક્રાઈમ બ્રાંચ આ દિશામાં તપાસ કરતી હતી. તેની વાત રાહુલ સુધી પહોંચી ગઈ હતી. જેથી રાહુલે 2 દિવસ અગાઉ પાંડેસરા વિસ્તારમાં ઝેર ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ થોડી ચૂપ હતી. શુક્રવારે તેને રજા હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.