LPG cylinder price: સામાન્ય જનતાને આજે એટલે કે શનિવારના રોજ મોંઘવારી(Inflation)નો વધુ એક ફટકો પડ્યો છે. ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ઘરેલુ LPG સિલિન્ડરની વધેલી કિંમત આજથી દેશભરમાં લાગુ કરવામાં આવી છે.
ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ઝીંકાયો વધારો:
અમે તમને જણાવી દઈએ કે, આ પહેલા 22 માર્ચે ઘરેલુ LPG ની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં સબસિડીવાળા 14.2 કિલોના LPG સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયા પર પહોંચી ગઈ હતી. આજે કિંમતમાં વધારો કર્યા પછી, દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત હવે 999.50 રૂપિયા થઈ ગઈ છે.
તે જ સમયે, 5 કિલોના LPG સિલિન્ડરની કિંમત હાલમાં 655 રૂપિયા છે. એક મહિના પહેલા 1 એપ્રિલે LPG સિલિન્ડરના ભાવમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અગાઉ 1 માર્ચે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે 22 માર્ચે 9 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
એલપીજીના વપરાશમાં ઘટાડો નોંધાયો:
પેટ્રોલિયમ ઉદ્યોગના ડેટા અનુસાર, એપ્રિલમાં LPGનો વપરાશ માસિક ધોરણે 9.1 ટકા ઘટીને 2.2 મિલિયન ટન થયો છે, જે એપ્રિલ 2021ની સરખામણીમાં 5.1 ટકાનો વધારો છે. માર્ચ પહેલા, ગયા વર્ષે 6 ઓક્ટોબરે ઘરેલુ LPGની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થઇ ચુક્યો છે:
અત્રે ઉલ્લેખનીય છે કે, 1 મેના રોજ સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો કર્યો હતો. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 102.50 રૂપિયા મોંઘું થયું છે. નવી કિંમત લાગુ થયા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1 મેથી 2253 રૂપિયાથી વધીને 2355.50 રૂપિયા થઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.