કરો ફક્ત આ કામ અને મેળવો ગેસ સિલિન્ડર પર 50 રૂપિયાનો ચોખ્ખો નફો- જાણો કેવી રીતે મળશે લાભ

LPG Cylinder Booking: કોરોના(Corona) મહામારી વચ્ચે મોંઘવારી(Inflation)એ કમર તોડી નાખી છે. આ દરમિયાન એલપીજી સિલિન્ડર(LPG Cylinder)ના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. પરંતુ જો તમે સસ્તામાં…

LPG Cylinder Booking: કોરોના(Corona) મહામારી વચ્ચે મોંઘવારી(Inflation)એ કમર તોડી નાખી છે. આ દરમિયાન એલપીજી સિલિન્ડર(LPG Cylinder)ના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. પરંતુ જો તમે સસ્તામાં ગેસ સિલિન્ડર મેળવવા માંગો છો, તો તમારા માટે એક ઓફર આવી છે. આ ઓફર પોકેટ્સ એપ દ્વારા આપવામાં આવી રહી છે, જે ડિજિટલ પેમેન્ટ(Digital payment)ની સુવિધા આપે છે. આ એપથી ગેસ સિલિન્ડર બુક કરાવવા પર તમને કેશબેક ઓફર મળે છે.

જાણો કેટલું મળશે કેશબેક:
જો તમે પોકેટ્સ એપ દ્વારા પણ ગેસ બુક કરો છો, તો તમને 10 ટકા કેશબેક (મહત્તમ રૂ. 50) મળશે. આ એપ ICICI બેંક દ્વારા સંચાલિત છે.

અહીંય પણ મળશે ફાયદો:
જો તમે પોકેટ્સ એપ દ્વારા ગેસ બુકિંગ સિવાય 200 રૂપિયા કે તેથી વધુનું બિલ ચૂકવશો તો પણ કેશબેક આપવામાં આવશે. આ ઓફરનો લાભ લેવા માટે કોઈ પ્રોમોકોડનો ઉપયોગ કરવાની રહેશે નહીં.

આ રીતે મળી શકશે કેશબેક:
સૌથી પહેલા મોબાઈલમાં Pockets Wallet એપ ડાઉનલોડ કરો અને ઓપન કરો. અહીં રિચાર્જ અને પે બિલ વિભાગમાં, પે બિલ્સ પર ક્લિક કરો. ત્યારબાદ અહીં તમને Choose Billers માં More નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો. હવે તમે LPG નો વિકલ્પ જોશો. અહીં સેવા પ્રદાતા પસંદ કરો. અહીં તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને બુકિંગની રકમ ચૂકવો. ટ્રાન્ઝેક્શન પછી, તમને 10 ટકા (મહત્તમ રૂ. 50) કેશબેક પુરસ્કારો મળશે. તમે પુરસ્કારો ખોલશો કે તરત જ તમારા પોકેટ વોલેટમાં કેશબેક જમા થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *