ગુજરાત(Gujarat): ભાવનગર(Bhavnagar) શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહેલા LRD જવાને ગત ગુરુવારના રોજ પોલીસ ક્વાર્ટર(Police Quarters)ની અગાસીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસ બેડામાં અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ પ્રકરણમાં પોલીસને મૃતક દ્વારા લખવામાં આવેલ સુસાઇડ નોટ મળી આવી છે.
મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દેગવડા ગામના પ્રદિપસિંહ પઢીયાર નામનાં એલઆરડી જવાને ગયા ગુરુવારના રોજ કોઈ અગમ્ય કારણોસર નવાપરા પોલીસ લાઈન ખાતે આવેલા હેડ ક્વાટરની અગાસીમાં કેબલ વાયર સાથે લટકી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથક સહીત પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
આ અંગે સી-ડીવીઝન પોલીસે તપાસ કરતા મૃતક દ્વારા લખવામાં આવેલ સુસાઈડ નોટ કબ્જે કરી હતી. આ સુસાઈડ નોટમાં મૃતકે ઉલ્લેખ કરતા લખ્યું છે કે, પોતે ભરેલાં અંતિમ પગલાં માટે કોઈ ને દોષિત ઠેરાવ્યા નથી અને પોતે જિંદગીથી કંટાળી જઈ અંતિમ પગલું ભરી રહ્યો છે. તેવું સી ડિવિઝનના પી.આઈએ જણાવતા કહ્યું હતું, આ નોટ આધારે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં દિવસેને દિવસે આત્મહત્યાના બનાવમાં સતત વધારો થઇ રહ્યો છે. આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.