શું ગુજરાતમાં આવશે મોટું જળસંકટ?

ગુજરાત રાજ્યમાં ઉનાળાની શરુઆત થતા જ ડેમ તળિયા ઝાટક થયા છે. પરિણામે રાજ્યમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતાઓ વર્તાઇ છે. રાજ્યના જળાશયોમાં…

ગુજરાત રાજ્યમાં ઉનાળાની શરુઆત થતા જ ડેમ તળિયા ઝાટક થયા છે. પરિણામે રાજ્યમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતાઓ વર્તાઇ છે. રાજ્યના જળાશયોમાં માત્ર 53 ટકા જ પાણીનો જથ્થો નોંધાયો છે. જ્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 50 ટકા કરતા પણ ઓછું પાણી રહેવા પામ્યુ છે. એટલે કે હજી તો આખો ઉનાળો બાકી છે ત્યાં જ અત્યારથી ડેમના તળિયા દેખાવા લાગ્યા છે.

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત માંજ ગુજરાતના અમુક પંથકો જેવા કે ખેડા, આણંદ, મહીસાગર સહિત નવ જિલ્લા માટે ખુબજ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યાં છે. સરકારી તંત્ર દ્વારા કડાણા ડેમમાંથી મે મહિનાથી આ 7 જિલ્લાઓને અપાતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. ઉલેખ્ખનીય છે કે આ પાણીના પુરવઠાને બંધ કરતા મધ્યગુજરાતના 7 જિલ્લાઓને અપાતું 800 ક્યુસેક પાણી બંધ થઇ જશે.

ગુજરાતના મહીસાગર જીલ્લામાં મહી નદી પર બનવામાં આવેલા કડાણા ડેમની સ્થિતિ પણ અન્ય જેવીજ છે હાલ કડાણા ડેમમાં માત્ર 50 ટકા જેટલું પાણીજ બચ્યું છે. હાલમાં કડાણા જળાશયની સપાટી હાલ ઘટીને 397.5 ફૂટ થઈ ગઈ છે. મહત્વનું છે કે, કડાણા પર આધાર રાખતાં વણાંકબોરી ડેમનું હાલ લેવલ 219 ફૂટ છે. જેને લઈને કડાણાથી વણાંકબોરી ડેમમાં પાણી બંધ કરવામાં આવ્યું છે. જ્યારે કડાણા ડેમમાં પાણીની ન્યૂનતમ સપાટી 373 ફૂટે પહોંચશે ત્યારે સ્થિતિ બગડશે અને પાણી મુશ્કેલીથી મળશે.

ગુજરાતમાં પાણી બાબતે ભવિષ્યમાં સમસ્યા ઉભી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ માર્ચ માહિનામાં 90 હજાર ક્યુસેક પાણી મહીસિંચાઈ વિભાગને આપ્યું હતું. જ્યારે 24 હજાર ક્યુસેક પાણી સુજલામ સુફલામ યોજનાને અપાયું હતું.

આમ આગામી દિવસોમાં પાણીની સમસ્યા વિકરાળ બને તેવી સંભાવના દેખાતા તંત્ર દ્વારા કડાણા ડેમમાંથી મે મહિનાથી 7 જિલ્લાઓને અપાતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે, મધ્યગુજરાતના 7 જિલ્લાઓને અપાતું 800 ક્યુસેક પાણી બંધ કરાવામાં આવ્યું છે. જેને લઈને ગુજરાત માથે પાણીનું સંકટ તોળાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *