ડાંગ(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રાજ્યના ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા બારીપાડા ગામ નજીકનાં વળાંકમાં સામેથી આવતા ટ્રકને બચાવવા જતા પ્રવાસીઓથી ભરેલ લકઝરી બસ માર્ગની સાઈડમાં ઉતરી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાવાની સાથે મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી.
ઘટના સ્થળે લકઝરી બસ માર્ગની સાઈડમાં ઉતરી ગઈ હતી જેથી બસમાં સવાર મુસાફરો જીવ બચાવવા માટે બારીમાંથી કૂદતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, વાગરા ભરૂચથી સાપુતારા ફરવા આવેલ પ્રવાસીઓથી ભરેલ અક્ષર લકઝરી ટ્રાવેલ્સ.ન.જી.જે.14.ઝેડ.9915 જે સાપુતારાથી વઘઇને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા ગામ નજીકનાં વળાંકમાં સામેથી આવી રહેલ ટ્રકને બચાવવા જતા આ લકઝરી બસનાં ચાલકે કાબુ ગુમાવી દેતા માર્ગની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનામાં માત્ર ક્લીનરને નાની મોટી ઈજાઓ પોહચતા તેને તાત્કાલીક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એચ.સીમાં ખસેડવામાં આવી હતી. જ્યારે લકઝરી બસમાં સવાર તમામ પ્રવાસી મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.