હૈદરાબાદ(Hyderabad): તેલંગાણા(Telangana)ની રાજધાની હૈદરાબાદમાં એક પરિવાર મેકડોનાલ્ડ(McDonald’s) રેસ્ટોરન્ટમાં ફાસ્ટ ફૂડની મજા માણવા આવ્યો હતો. તે જ સમયે એક ઉંદર રેસ્ટોરન્ટમાં આવ્યો અને લોકો ગભરાવા લાગ્યા. જ્યાં સુધી કોઈ વ્યક્તિ કંઈક સમજે નહીં. પરિવાર સાથે આવેલા નાના બાળકના પેન્ટમાં ઉંદર ઘુસીને કરડ્યો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઉંદર સામાન્ય ઉંદર કરતા બે ગણો મોટો હતો. પીડિતે પોતે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ઘટના કોમ્પલીમાં એસપીજી હોટલના મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર બની હતી. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ફૂડ કાઉન્ટરમાંથી ઉંદર ઝડપથી બહાર આવી રહ્યો છે અને લોબી એરિયામાં દોડી આવ્યો છે. તે લોબી એરિયામાં પહોંચતા જ હંગામો મચી ગયો હતો.
RODENT ATTACK ON A CHILD in the McDonald’s restaurent Ground Floor, SPG Hotel, Kompally, Hyderabad, Telangana 500096.@McDonalds @mcdonaldsindia @consumercourtin @PiyushGoyalOffc @director_food @AFCGHMC @fooddeptgoi @TOIIndiaNews @TOIHyderabad @ABPNews @ndtv @ChildWelfareGov pic.twitter.com/wrjeQgAiBh
— Savio H (@SHenrixs) March 10, 2023
કોઈ સમજે તે પહેલાં, ઉંદર ફાસ્ટ ફૂડ આઉટલેટના ફ્લોર પર નાસ્તો કરી રહેલા પરિવાર તરફ દોડે છે. માતા-પિતા સાથે નાસ્તો કરી રહેલા બાળકના પેન્ટમાં ઉંદર ઘૂસી જાય છે, અને તેના પ્રાઈવેટ પાર્ટ સુધી પહોંચી જાય છે અને બાળકને તેની જાંઘ અને પેટની વચ્ચે કરડે છે. બાળક મોટેથી રડતા લાગે છે. ગમે તેમ કરીને રીતે બાળકના પિતા ઝડપથી ઉંદરને કપડામાંથી બહાર કાઢે છે. ત્યારબાદ તે રેસ્ટોરન્ટ સ્ટાફને ફરિયાદ કરવા જાય છે.
બાળકની સારવાર માટે પિતા તેને બોવેનપલ્લી પાસે આવેલી હોસ્પિટલમાં લઈ ગયા છે. તેને એંટી-રેબીજ ઉપરાંત ટિટાનસનો શોટ આપવામાં આવ્યો હતો. પિતાએ રેસ્ટોરન્ટ ચેઈનના મેનેજમેન્ટ સામે ફરિયાદ નોંધાવી છે અને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતી વખતે પોલીસને પણ ટેગ કર્યા છે. ફરિયાદ મુજબ બાળકને ડાબા પગ પર બે ઘા છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.