સસ્તામાં કાર ખરીદવા જતા યુવાનને પડી ગયું ભારે- થયા ખરાખરીના ખેલ

ઓએલએક્સ પરથી કાર ખરીદવા માટે ભેજાબાજોના સંપર્કમાં આવેલા સરાર ગામના યુવાને ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી રૃા.૯૯૫૦૦ જેટલી રકમ ગુમાવી હતી. આ અંગેની વિગત એવી છે કે વડોદરા નજીક આવેલા સરાર ગામે બાપુનગર સોસાયટીમાં રહેતા મહેશ શાંતિલાલ પરમાર પોર જીઆઇડીસીની કંપનીમાં ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં નોકરી કરે છે.

તા.૧૮ ફેબુ્રઆરીના રોજ પોતાના મોબાઇલ પર ઓએલએકસ ઇન્ડિયા વેબસાઇટ સર્ચ કરતો હતો ત્યારે વેચાણ માટે એક આઇ ૨૦ કારની કિંમત રૂ.૮૫ હજાર દર્શાવી હતી. આ કાર ખરીદવાની ઇચ્છા થતાં વેબસાઇટ ઉપર દર્શાવેલા નંબર પર સંપર્ક કરતા આનંદ નામની વ્યક્તિએ વાત કર્યા બાદ કારના ફોટા મહેશને મોકલી આપ્યા હતાં. ત્યાર બાદ બુકિંગ ફી, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, ટ્રાન્સફર ફી પેટે વારંવાર રકમની માંગણી કરતા મહેશ પરમારે ફોન પે મારફતે કુલ રૃા.૯૯૫૦૦ મોકલ્યા હતાં.

બાદમાં પણ વધુ પૈસાની ઉઘરાણી ચાલુ રહેતા પોતાની સાથે ઠગાઇ થઇ હોવાનું જણાતા આખરે મહેશે પોતાની રકમ પરત માંગી હતી અને બાદમાં આનંદ તેમજ તેના સાથીદાર વિશાલ બબન ટોપરેએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આ અંગે આખરે મહેશ પરમારે બંને હિન્દીભાષી ભેજાબાજો સામે વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *