હાલમાં કોરોના મહામારીના દિવસેને દિવસે વધતા કેસો દરમિયાન વડોદરામાંથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યાં છે. શહેરની એસ.એસ.જી હૉસ્પિટલમાં આઠ નવજાત બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બાળકો માટે એસ.એસ.જી હૉસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડની સુવિધા ઉભી કરવામાં આવી છે. શહેરની ખાનગી હૉસ્પિટલમાં પણ બાળકોના કેસ પોઝીટીવ નોંધાયા છે.
બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એસ.એસ.જી હૉસ્પિટલમાં બાળકો માટે અલગ કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ચિંતા એટલા માટે પણ વધી છે કે, કોરોના દરમિયાન મોટા વ્યક્તિઓ માટે જે દવાઓનો ઉપયોગ થાય છે તેનો ઉપયોગ નાના બાળકો માટે કરી શકાય નહિ.
જાણવા મળ્યું છે કે, એસએસજી પિડિયાટ્રીક વિભાગમાં આઠ બાળકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી 5 બાળકોને હોમ ક્વોરનટાઈન કરવામાં આવ્યાં છે તેમજ ત્રણ બાળકોની હૉસ્પિટલમાં કોરોના ગાઇડલાઇન પ્રમાણે સારવાર કરવામાં આવી રહી છે. એચઓડી, ડૉ. શિલા ઐયરના જણાવ્યા અનુસાર, આ વખતના કોરોના સ્ટ્રેનમાં સંક્રમણમાં બાળકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યાં છે.
માતા પિતા કોરોના પોઝિટિવ હોય તેવા બાળકો પોઝિટિવ આવી રહ્યાં છે. તેમના માટે ખાસ આઇસોલેશનની સુવિધા ઉભી કરવામાં આવી છે. વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાતા ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ ભરાવવા લાગી છે.
વડોદરાની ખાનગી અને સરકારી કોવિડ હૉસ્પિટલોમાં હાલ 8223 બેડની વ્યવસ્થા છે, જે પૈકી 5356 બેડ કોરોનાના દર્દીઓથી ભરાઇ ગયા છે ઉપરાંત 2814 બેડ ખાલી છે. જેમાં 1367 બેડ ICUની સુવિધાથી સજ્જ છે, જે પૈકી 1059 ICUના બેડ ભરાઇ ગયા છે. જ્યારે હવે ICUના માત્ર 308 બેડ જ ખાલી રહ્યા છે. આમ વડોદરા શહેરમાં કોરોનાની સ્થિતિ વિકટ બની રહી હોય તેવું લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.