2 દિવસ સુધી હાઈવે ઉપર પડેલી લાશ પરથી ચાલતા રહ્યા વાહનો, છતાં પણ કોઈને જાણ થઇ નહિ 

હાલમાં એક ખૂબ જ દર્દનાક કિસ્સો સામે આવ્યા બાદ રાજ્યના હાઇ-વે પર પેટ્રોલિંગ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. અહીં, એક વૃદ્ધ વ્યક્તિની લાશને 2…

હાલમાં એક ખૂબ જ દર્દનાક કિસ્સો સામે આવ્યા બાદ રાજ્યના હાઇ-વે પર પેટ્રોલિંગ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. અહીં, એક વૃદ્ધ વ્યક્તિની લાશને 2 દિવસ સુધી હાઈ-વે પર વાહનોથી કચડવામાં આવી હતી. પરંતુ કોઈને તેના વિશે પણ જાણકારી મળી નથી. બે દિવસ બાદ જ્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યકિતએ પોલીસને હાઇવે પર પડેલા કપડા વિશે જાણ કરી હતી, ત્યારે જાણવા મળ્યું કે તે માનવ શરીર છે.

હાઈવે પર લાશ જોઇને પોલીસના હોશ પણ ઉડી ગયા. કારણ કે, ત્યાં હાડકાના થોડા જ ટુકડાઓ બાકી હતા. હાઈ-વે પર બે દિવસ શરીરના તમામ માંસ અને શરીરના ભાગોને કચડી નાખવામાં આવ્યા હતા. જેથી કપડાની અંદર હાડકાં સિવાય કંઇ બાકી ન રહે. મોટાભાગના હાડકાં પણ તૂટી ગયા હતા. જ્યાં આ અકસ્માત થયો ત્યાં કોઈ લાઇટ નથી, તેથી માનવામાં આવે છે કે ડેડબોડી દેખાઈ નહીં હોય અને વાહનો તેની ઉપરથી પસાર થઈ ગયા.

પોલીસે બનાવની તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે, સત્ના જિલ્લાના સોનવર્ષા ગામનો એક પરિવાર ગુમ થયેલી વ્યક્તિની જાણ માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પરિવારના સભ્યોએ જણાવ્યું કે, 75 વર્ષીય સંપતલાલ 3 દિવસ પહેલા પોતાની પુત્રીને મળવા માટે ચુરહટ ગયો હતો. પરંતુ ન તો તે ત્યાં પહોંચ્યો ન તો તે ઘરે પરત આવ્યો છે. પરિવારને પોલીસે હાઈવે ઉપર પડેલા કપડાં સગાસંબંધીઓને બતાવ્યા. જેને પરિવારે ઓળખી લીધા હતા અને આ રીતે મૃતદેહ બે દિવસ સુધી સતત કચડાતો હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસ હાલમાં તપાસમાં લાગી ગઈ છે કે સંપતલાલને પ્રથમ ટક્કર મારનાર વાહન કયુ હતું. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. પરંતુ સવાલ એ પણ છે કે બે દિવસથી એક ડેડબોડી રોડ પર પડી હતી. પરંતુ કોઈને તેની ખબર પડી નહી. અને વાહનો તેની ઉપરથી પસાર થતા રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *