હાલમાં જ મહારાષ્ટ્ર(Maharashtra) બોર્ડની ધોરણ 12ની પરીક્ષા દરમિયાન પેપર લીક થવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, મુંબઈ પોલીસે(Mumbai Police) ધોરણ 12 રસાયણશાસ્ત્રના પેપર(Chemistry paper) લીક કેસમાં એક ખાનગી કોચિંગ સેન્ટરના શિક્ષકની મલાડ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે પરીક્ષા કેન્દ્ર પર મોડા પહોંચેલા ઘણા વિદ્યાર્થીઓના મોબાઈલ પર પેપર મળી આવ્યું છે.
વોટ્સએપ પર ત્રણ પરીક્ષાર્થીઓને પેપર મોકલવામાં આવ્યું હતું:
મુંબઈની વિલે પાર્લે પોલીસના જણાવ્યા અનુસાર, પેપર લીક કેસમાં ખાનગી કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ ચલાવતા શિક્ષક મુકેશ યાદવની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે માહિતી પ્રાપ્ત થઈ છે કે કોચિંગ ઓપરેટર યાદવે પરીક્ષા શરૂ થયા પહેલા તેના ત્રણ વિદ્યાર્થીઓને 12મા ધોરણનું રસાયણશાસ્ત્રનું પેપર વોટ્સએપ પર મોકલ્યું હતું.
સોશિયલ મીડિયા પર પેપર લીક અને છેતરપિંડીના દાવાઓ પણ થઈ રહ્યા હતા:
આ પહેલા પણ ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષાના પેપર લીક થવા અંગે અનેક પરીક્ષા કેન્દ્રો પર દાવા કર્યા હતા અને છેતરપિંડીનો પણ આક્ષેપ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.