મહારાષ્ટ્ર(Maharashtra): ભિવંડી(Bhiwandi) વિસ્તારમાં શનિવારે બપોરે અચાનક ત્રણ માળની ઈમારત ધરાશાયી(three storied building collapsed) થઈ ગઈ હતી. ઇમારત ધરાશાયી થયા બાદ તેના કાટમાળ નીચે 14 લોકો ફસાયા હોવાની આશંકા છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર સહિત પોલીસની ટીમો ઘટનાસ્થળે હાજર છે.
આ ઘટના ભિવંડીના વાલપાડા વિસ્તારની છે. સ્થાનિક લોકોએ ફાયર વિભાગ અને ઈમરજન્સી વિભાગને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. હાલ ફાયર બ્રિગેડની ટીમ અને NDRFની ટીમ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ ઘટનાસ્થળે યુદ્ધના ધોરણે બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
Maharashtra | A building collapsed in Bhiwandi area. 10 people feared trapped. Police team including fire brigade and disaster left for the spot.
More details awaited. pic.twitter.com/xqdw2ULtXu
— ANI (@ANI) April 29, 2023
અહેવાલો અનુસાર, કૈલાસનગર (વાલપાડા)ના વર્ધમાન કમ્પાઉન્ડમાં આવેલી જી-2 બિલ્ડીંગ બપોરે 2 વાગે ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગના બીજા માળે લગભગ ત્રણથી ચાર પરિવારો રહે છે. નીચેના માળે કામદારો કામ કરી રહ્યા હતા. આશંકા છે કે આ તમામ લોકો ઈમારતના કાટમાળ નીચે દટાયા છે.
હાલમાં ફાયર બ્રિગેડ, NDRF ની ટુકડીએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી છે. ઈમારતનો કાટમાળ હટાવીને તેની નીચેથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ સાથે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આ ઈમારત જૂની હોવાનું કહેવાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.