જુઓ તો ખરા મહિલાની શું હાલત કરી આ દાનવે… ઓટો ડ્રાઈવરે 400 મીટર સુધી મહિલાને ઢસડી… -વિડીયો જોઇને ધ્રુજી ઉઠશો

Auto driver drags woman in Maharashtra: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક રિક્ક્ષા ચાલકે એક મહિલાને રોડ પર 400 મીટર સુધી ઢસડી(Auto driver drags woman in Maharashtra) હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળેલી માહિતી અનુસાર, એ મહિલાને ગંભીર ઈજા પહોંચી છે. એક રિપોર્ટ્સ અનુસાર મહિલાના પતિ અને ડ્રાઈવર વચ્ચે ભાડાને લઈને ઝઘડો થયો હતો. ત્યારે અચાનક રિક્ક્ષા ચાલક રિક્ક્ષા લઈને નીકળી ગયો હતો.

આ દરમિયાન મહિલાની સાડી રિક્ક્ષાના પાછળના બમ્પરમાં ફસાઈ ગઈ હતી. સાડી ફસાઈ જવાને કારણે મહિલા નીચે પડી ગઈ હતી અને રિક્ક્ષા સાથે ઘસડીને રોડ પર લાંબા અંતર સુધી ઘસડાય હતી. મહિલાનો પતિ રિક્ક્ષા રોકવા તેની પાછળ દોડતો રહ્યો અને સત્ર્હે જ સ્થાનિક લોકોએ રિક્ક્ષા ચાલકને રોકવાનો ખુબજ પ્રયાસ પણ કર્યો પરંતુ તે રોકાયો નહીં. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

આરોપી ફરાર, પોલીસે હાથધરી શોધખોળ
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી રિક્ક્ષા ચાલક ઘટના બાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ તેની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવી રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં આપવામાં આવેલી તારીખ પ્રમાણે આ ઘટના 6 જુલાઈની છે.

રિક્ક્ષા ચાલક રોકવા છતાં ઉભો ન રહ્યો
રિક્ક્ષા ચાલકને વચ્ચેથી એક યુવકે રોક્યો હતો પરંતુ તે રિક્ક્ષા રોકતો ન હતો, મહિલા ચીસો પાડતી રહી પણ તેના પર કોઈ અસર થઈ નહીં. રાજારામપુરી વિસ્તારની રહેવાસી મહિલાને બાદમાં ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *