હાલ સોસીયલ મીડિયામાં એક કરુણ વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોમાં દેશની રક્ષા કરનાર જવાનની માતા અને હોસ્પિટલના એક તબીબનો છે. ખરેખર આ કળયુગમાં પણ માનવતા છે, તેનું જીવતું જાગતું ઉદાહરણ આજે સામે આવ્યું છે અને જેટલા લોકોએ આ વિડીયો જોયો છે તે દરેક લોકોની આંખો પણ ભીની થઇ ગઈ હતી. આ ડોક્ટર એક યુરોલોજિસ્ટ છે અને તેમણે પોતે પોતાના કાર્યક્ષેત્રમાં ઘણી સફળતા પણ મેળવી છે. યુરોલોજિસ્ટ ડોક્ટરની હોસ્પિટલમાં એક વૃદ્ધ મહિલાએ સારવાર લઇ રહ્યા હતા અને મળતી માહિતી અનુસાર આ મહિલાનો દીકરો ભારતીય સેનામાં સામેલ છે અને દેશની રક્ષા કરી રહ્યો છે.
આ યુરોલોજિસ્ટ ડોક્ટરનું નામ અલ્તાફ શૈફ છે. ડોક્ટર અલ્તાફે જ સોસીયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો. જયારે આ વૃદ્ધ મહિલા હોસ્પિટલ માંથી રજા લઇ રહ્યા હતા ત્યારે તેઓ રડી રહ્યા છે ડોક્ટરને ભેટી રહ્યા છે, ડોક્ટર અને દર્દી વચ્ચેના આ સબંધનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થતા લોકોની આંખો ભીની ભીની થઇ ગઈ હતી.
ડો. અલ્તાફ જે મહિલાની સારવાર કરી રહ્યા હતા, તે મહિલાનો એકનો એક દીકરો ભારતીય સેનામાં સેવા બજાવી રહ્યો હતો અને થોડા સમય પહેલા દેશ માટે શહીદ થયો હતો. આ વાતની જાણ ડોક્ટરને થતા તે તરત જ મહિલાને મળવા પહોચ્યો હતો અને તેમની સવારનો કોઈ ખર્ચ નહિ આપવો પડે તેવી ખાતરી આપી હતી અને રડતા રડતા બંને એકબીજાને ભેટી પડ્યા હતા. જયારે આ વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે લોકોને ખુબ જ ગમ્યો હતો અને ડોક્ટરની પ્રસંસા કરી હતી.
મહારાષ્ટ્રના PWD મિનિસ્ટર અને કોંગ્રેસ નેતા અશોક ચવાને જણાવતા કહ્યું કે, જયારે મેં આ ડોક્ટરની પ્રશંસનીય કાર્ય વિષે સાંભળ્યું ત્યારે મેં તેમને મળવા બોલાવ્યા હતા અને તેમના આ કાર્યની પ્રશંસા કરી હતી.
Dr. Altaf from Aurangabad was treating an old lady, as he understood that she is the mother of a Martyr he waved his fee. Seeing this humble gesture I Personally called the Dr to thank him for his service & sensitivity towards the heroes who have served our nation. pic.twitter.com/HKQBicO3AQ
— Ashok Chavan (@AshokChavanINC) November 1, 2020
મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના યુરો સર્જન ડોક્ટર અલ્તાફ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે કે, આ વૃદ્ધ મહિલા કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેઓ ખુબ જ સામાન્ય પરિસ્થિતિમાં પોતાનું જીવન ગુજારી રહ્યા છે. તેમને એક ઈમરજન્સી સર્જરી કરાવવા માટે પૈસાની જરૂર હતી. દુઃખની વાત તો એ છે કે, આ મહિલાના પહેલા દીકરાનું હાર્ટઅટેકથી મોત થયું હતું અને બીજા દીકરો આજથી સાત વર્ષ પહેલા દેશની રક્ષા કરતા કરતા શહીદ થયો હતો. શહીદ થયેલા દીકરાને મળતું પેન્શન તેની પુત્રવધુ એટલે કે વિધવા પત્નીના ખાતામાં જાય છે, એટલે આ વૃદ્ધ મહિલાને કોઈ જ આવકનો સ્ત્રોત નથી. અને આ સાથે જ ડોકટરે જણાવ્યું હતું કે, હું પુરેપુરો પ્રયત્ન કરીશ કે, તમારી સારવાર એકદમ ફ્રી થાય.
આ બનાવ બનતા જયારે આ વૃદ્ધ મહિલા ડિસ્ચાર્જ થઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે બંને ભાવનાશીલ થઇ ગયા હતા અને એકબીજાને ભેટી પડ્યા હતા. અને બંનેનો આ વિડીયો સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.