મહારાષ્ટ્ર વિધાનસભાનું શનિવારે વિશેષ સત્ર બોલાવામાં આવ્યું છે. તેમાં હેડકાઉન્ટ દ્વારા વોટીંગ કરવામાં આવી હતી. કાઉન્ટીંગમાં 169 સભ્યોએ સરકારના પક્ષમાં મત આપીને વિશ્વાસમત પસાર કરી દીધો હતો. વિરોધમાં એકેય મત ન પડ્યા કારણકે ભાજપે વોકઆઉટ કર્યું હતું. ચાર ધારાસભ્ય તટસ્થ રહ્યા હતા જેમાં રાજ ઠાકરેની મનસેના ધારાસભ્ય પણ સામેલ છે. તે સિવાય સીપીઆઇ(એમ)ના ધારાસભ્ય પણ તટસ્થ રહ્યા હતા.
BJP leader Devendra Fadnavis: We are going to submit a letter to the Governor asking him to suspend the proceedings of the House, and that the House should follow the Constitution. #Maharashtra https://t.co/OJgq74SnVW
— ANI (@ANI) November 30, 2019
શુક્રવારે એનસીપીના સીનિયર ધારાસભ્ય દિલીપ વાલસે પાટિલની વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપ તરફથી નારા લગાવવામાં આવ્યા હતા અને વિશ્વાસમત સમયે તેમણે વોકઆઉટ કર્યું હતું. ભાજપ તરફથી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ પ્રક્રિયા બંધારણના નિયમો પ્રમાણે થઇ નથી કારણ કે ક્યારેય પ્રોટેમ સ્પીકર દ્વારા વિશ્વાસમત કરાવવામાં આવતો નથી.
વિધાનસભાની સ્થિતિ
વિધાનસભામાં કુલ સીટ 288 છે, બહુમત માટે 145 સીટની જરૂર છે.
પક્ષ | સીટ |
શિવસેના | 56 |
એનસીપી | 54 |
કોંગ્રેસ | 44 |
બહુજન વિકાસ અધાડી | 3 |
અપક્ષ | 9 ધારાસભ્યો સાથે હોવાનો દાવો |
અત્યારે કુલ સંખ્યા બળ | 166 |
અન્ય પક્ષની સ્થિતિ
પાર્ટી | સીટ |
ભાજપ | 105 |
AIMIM | 2 |
અપક્ષ અને અન્ય પાર્ટી | 15 |
કુલ | 122 |
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.