સેકંડો અનાથ દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણી (Mahesh Savani) હાલમાં જ ભારતના સૌથી મોટા સિંગિંગ શો ઇન્ડિયન આઇડલ (Indian Idol 2022) માં પહોંચ્યા હતા. ઇન્ડિયન આઇડલમાં આયુષ્માન ખુરાના, નેહા કક્કર સહિત અનેક દિગ્ગજ સેલિબ્રિટીઓએ મહેશભાઈ સવાણીના અનેક સામાજિક કાર્યોની પ્રશંસા કરી હતી. ખાસ કરીને મહેશ સવાણી દરવર્ષે જે હજારો દીકરીઓના લગ્ન કરાવી રહ્યા છે, તેની તો ખૂબ પ્રશંસા કરી હતી.
ગુજરાતમાં ભાગ્યે જ કોઈક એવું હશે કે જે, સુરતના નામાંકિત ઉદ્યોગપતિ મહેશ સવાણીને નહીં ઓળખતો હોય. દરેક ધર્મ દરેક સમાજની 5,000 થી વધુ દીકરીઓના લગ્ન કરાવી પાલક પિતાની ફરજ નિભાવનાર મહેશ સવાણી પોતાની લોક સેવાના ઊંડા અભિગમને કારણે સમગ્ર દેશભરમાં જાણીતા થયા છે. આ જ અભિગમ મહેશભાઈ સવાણીને ભારતના સૌથી મોટા સિંગિંગ શો ઇન્ડિયન આઇડલમાં લઇ ગયો હતો.
સેકંડો દીકરીઓના પાલક પિતા ફરી એકવાર વિશ્વ સ્તરે ચમક્યા છે. વિશ્વવિખ્યાત ઇન્ડિયન મ્યુઝિક કોમ્પિટિશન ગણાતા ઇન્ડિયન આઇડલનાં ખાસ એપિસોડમાં મહેશભાઈ સવાણીના આ કાર્યની નોંધ લેવામાં આવી હતી. ગત 19 નવેમ્બરના રોજ ઇન્ડિયન આઇડલના ખાસ એપિસોડ ‘ઇન્ડિયા કી ફરમાઈશ’ માં હજારો અનાજ દીકરીઓના પિતા તરીકે મહેશભાઈ સવાણીનો ખાસ એપિસોડ રજૂ કરાયો છે.
આ એપિસોડમાં મહેશભાઈ સવાણીને કેવી રીતે આ દીકરીઓના લગ્ન કરવાનો વિચાર આવ્યો? આ દીકરીઓને કોઈ દિવસ પિતાની કમી મહેસુસ ન થાય તે માટે શું કરવું? હજારો દીકરીઓને કેવી રીતે યાદ રાખવી? આ દરેક પ્રશ્નો વિશે મહેશભાઈ સવાણીએ ખુલીને વાત કરી હતી.
આજના સમયમાં પિતાનું સૌથી મોટું સપનું હોય છે દીકરીના લગ્ન. દીકરીના લગ્ન માટે પિતા આખું જીવન ખર્ચી નાખે છે, અને પોતાની જીવનભરની કમાણી દીકરી સાથે બીજાને સોંપી દે છે. કહેવાય છે કે, પિતા માટે તેના જીવનનો સૌથી મુશ્કેલી ભર્યો દિવસ તેની દીકરીના લગ્નનો જ હોય છે. ત્યારે મહેશભાઈ સવાણીએ આવી સેકડો દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવી તેમનું કન્યાદાન કર્યું છે.
નેહા કક્કરે મહેશભાઈ સવાણી ને જણાવતા કહ્યું કે, ‘આપણા દેશમાં લગ્ન એક મોટા તહેવારની જેમ છે. અને કેટલાય માતા પિતા એવા છે, જેમણે દીકરીના લગ્ન માટે રૂપિયા ભેગા કરતા કરતા આખી જિંદગી ખેચી નાખી છે. અને તમે આવા સેકંડો પરિવાર માટે આટલું સારું કાર્ય કરી રહ્યા છો, આ દરેક દીકરીઓને ખુબ દુઆ તમને લાગી હશે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.