મનાલી હનીમૂન પર ખુશીથી ઝૂમી ઉઠી મહેશ સવાણીની દીકરીઓ- વિડીયો બનાવી કહ્યું એવું કે…

સુરત(Surat): શહેરમાં પીપી સવાણી ગ્રુપ(PP Savani Group) દ્વારા સમૂહલગ્નના દીકરી-કુમારો માટે મનાલી(Manali) પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં ભરનાર દીકરી–જમાઈઓ હાલ મનાલી પ્રવાસ પર ખુબ જ મજા માણી રહ્યા છે. આ હનીમૂન(Honeymoon) દરમિયાન કપલ્સ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. મનાલીના ખુશનુમા માહોલમાં કપલ્સ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા(Social media)માં પર અપલોડ કરી રહ્યા છે. ત્યારે આ પ્રકારનો એક વીડિયો ખુદ પી.પી. સવાણી ગ્રુપના મહેશ સવાણી(Mahesh Savani)એ પોતાના ફેસબુક પેજ પર અપલોડ કર્યો છે. જેમાં એક નવપરિણીતા મનાલીનો માહોલ તેમના શબ્દોમાં વર્ણવી રહી છે.

વીડિયોમાં નવપરિણીતાએ જણાવતા કઈ રહી છે કે, અમે લોકો 10 દિવસ માટે હનીમૂન માટે મનાલી આવ્યા છીએ, અને અમે અહિયાં ખુબ જ ખુશ છીએ. રૂમની સુવિધા પણ બહુ જ સારી છે. ટ્રેનથી લઈને બસમાં લઈ જવાનું આયોજન પણ સરસ કરવામાં આવ્યું છે. રૂમ પણ બહુ મસ્ત છે અને સાથે નાસ્તા તથા જમાવાનું પણ જોરદાર છે.

આ વીડિયોમાં યુવતી દ્વારા ગેલેરી, હોટેલના રૂમ અને લોબીના દૃશ્યો દેખાડવામાં આવ્યા હતા. યુવતી છેલ્લે મેસેજ આપતાં કહે છે કે અમારા પપ્પા મહેશભાઈ સવાણી અમે ખુબ જ ખુશ છીએ. તમારો ખુબ ખુબ આભાર. અમે અમારી પરિસ્થિતિ પ્રમાણે જીવનમાં ક્યારેય પણ મનાલી ન જઈ શક્ય હોત. પણ અત્યારે તો અમને એમ લાગી રહ્યું છે કે અમને બધુ જ મળી ગયું વધારે કંઈ જોઈતું જ નથી.

પી.પી.સવાણી ગ્રુપ અને મહેશ સવાણી દ્વારા તા. ૫-૧-૨૦૨૨ના રોજ દીકરી-કુમારોનું પ્રથમ ગ્રુપ મનાલી પ્રવાસે રવાના કરવામાં આવ્યું હતું. સવારે ૧૨.૩૦ કલાકે મિતુલ ફાર્મ, પ્રાણી સંગ્રાહલયની પાછળ દીકરી-જમાઈઓ એક સાથે એકત્ર કરી મહેશ સવાણી દ્વારા પ્રવાસ દરમિયાનનું શીડ્યુલ તેમજ આયોજનની સમજુતી આપવામાં આવી હતી અને ત્યાર બાદ તમામ દીકરી-કુમારોને બપોરે ૩.૩૦ કલાકે રેલ્વે સ્ટેશન પહોચાડવામાં આવ્યા હતા.

ત્યાંથી પશ્ચિમ એક્ષપ્રેસમાં બેસાડીને દીકરી – જમાઈઓને ખુશ ખુશાલ ૧૨ દિવસ મનાલી જવા માટે રવાના કરવામાં આવ્યા હતા અને મનાલીમાં રહેવા(હોટલ) -જમવા તમેજ ફરવા જેવી દરેક વ્યવસ્થા અગાઉથી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *