અત્યાર સુધીમાં હજારો પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરાવનાર મહેશ સવાણીએ આ વર્ષે ફરી એક વાર પિતાવિહોણી 300 દીકરીઓના લગ્ન કરાવ્યા છે. આમ કરીને મહેશ સવાણીએ ફરી એક વાર માનવતા મહેકાવી છે. મહેશ સવાણી સેવા કાર્ય માટે લોકોમાં ખુબજ ફેમસ છે.
આ સમુહલગ્ન સુરતમાં આવેલા અબ્રામા ખાતે આયોજિત કરવામાં આવ્યા હતા. આ સમુહલગ્નમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જયારે સમુહલગ્નમાં મહેશ સવાણી દીકરીઓને આશીર્વાદ આપવા ગયા ત્યારે દીકરીઓ મહેશ સવાણીને બાથ ભરીને હીબકે હીબકે રડી પડી હતી.
મહેશભાઈ સવાણી પિતાવિહોણી દીકરીઓના પિતા બની સગી દીકરીઓની જેમ તેમના લગ્ન કરાવે છે. અત્યાર સુધીમાં હજારો પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરાવ્યા છે. આ સમુહલગ્ન તા.24 અને 25 ડિસેમ્બરે જાણીતા એવા પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી અને જાનવી લેબગ્રોન ડાયમંડ દ્વારા પિતાવિહોણી 300 દીકરીઓના ભવ્ય ‘દીકરી જગત જનની’ લગ્નોત્સવ યોજાયો હતો.
તા.24 ડિસેમ્બરે લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહભાગી બન્યા હતા. તેમને 150 નવદંપતિઓને સુખમય દામ્પત્યજીવનના આશીર્વચન પાઠવ્યા હતા. આ સમુહલગ્નમાં હિંદુ, મુસ્લિમ, ઈસાઈ દરેજ જાતની પિતાવિહોણી દીકરીના લગ્ન કરવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મહેશભાઈ સવાણી પિતાની છત્રછાયા વિનાની હજારો દીકરીઓના લગ્નથી લઈને આજીવન જવાબદારી નિભાવવી રહ્યા છે. અને આ એક સમાજ સેવાનું વિરલ ઉદાહરણ છે. વધુ માં ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘કન્યાદાન મહાદાન’ના સૂત્રને સાર્થક કરીને મહેશભાઈ સવાણી અન્ય લોકો માટે દાખલારૂપ બનેલા બન્યા છે.
સદ્દભાવ, સમભાવ અને મમભાવનું પ્રેરણા કેન્દ્ર સવાણી પરિવાર આયોજિત આ લગ્નોત્સવ બન્યા છે. અત્યાર સુધીમાં મહેશભાઈ સવાણીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારો દીકરીઓના પાલક પિતા બન્યા છે. આ વર્ષે પણ જાનવી લેબગ્રોન ગ્રુપના રમેશભાઈ લખાણી પરિવારના સહયોગથી ‘દીકરી જગત જનની’ લગ્નોત્સવ યોજી રહ્યા છે.
મુખ્ય મંત્રીએ કહ્યું કે, “જાતે કમાઈને જાતે ખાવું એ પ્રકૃતિ છે, પણ જાતે કમાઈને અન્યને ખવડાવવું એ સંસ્કૃતિ છે.” આઝાદીના 75 માં અમૃત કાળના શુભ અવસરે લગ્નજીવનમાં પ્રારંભ કરી રહેલી દીકરીઓ સાસરે સુખ, સમૃદ્ધિ, એકતા અને સંપ રાખીને અમૃત કાળનું સર્જન કરે એવી અપેક્ષા વ્યક્ત કરી સૌ નવદંપતિઓને નવા જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આજ સુધીમાં લગભગ 4572 થી વધુ પિતાવિહોણી દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. દીકરીઓને શિખામણ આપતા કહ્યું, સાસરે જઈને પરિવારને સ્નેહના તાંતણે બાંધજે સાસરે વહુ નહીં પણ દીકરી બનીને રહેજે. સાસરે જઈને ઉત્તમ નારીત્વનુ ઉદાહરણ પૂરૂ પાડજે આવું કહીને શુભકામનાઓ પાઠવી હતી.
દીકરીઓની પસંદગી માટે લાંબી કવાયત હાથ ધરીને ચોક્કસ નિયમો મુજબ પસંદગી કરવામાં આવી છે. તમામ ધર્મની દીકરીઓના તેમના ધર્મ, રિતીરિવાજ મુજબ લગ્ન કરવામ આવે છે. હિંદુ, મુસ્લિમ, શીખ, ઇસાઈની દરેકના ધર્મ મુજબ લગ્ન કરાવાય છે. આ સમુહલગ્નમાં મહારાષ્ટ્રીયન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત દેશભરની દીકરીઓ જોડાય હતી.આ અવસર વિવિધતામાં એકતાની સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.