Mahisagar, Gujarat: મહીસાગર જિલ્લામાં આવેલા બાલાસિનોરમાં મધ્ય રાત્રીએ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાલાસિનોર શહેરમાં આવેલા સેવાલિયા રોડ પર પેટ્રોલ પંપ પાસે જાન લઈને જતા વરઘોડો નીકળ્યો હતો. તે જ સમયે અચાનક જન્યા પર કાર ફરી વળી હતી અને 25થી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના સર્જાય ત્યારે લગભગ રાતના 12 વાગ્યા હશે.
View this post on Instagram
વરઘોડો 12થી 1 વાગે બાલાસિનોર શહેરમાં ફરીને પરત ઘરે આવી રહ્યો હતો. ત્યારે જ સેવાલિયા બાજુથી એક સફેદ સિફ્ટ કાર આવી અને જાનમાં ઘૂસી ગઈ હતી. કાર વરઘોડામાં ઘૂસી અને 25થી વધુ લોકોને અડફેટે મારી હતી. ત્યાર બાદ સમગ્ર ઘટના વિષે પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસને જાણ થતા તરતજ ઘટના સ્થળે આવી પહોચી હતી. આ ઘટનામાં ફરિયાદી કમલેશ કાળીદાસ વાઘેલા દ્વારા પોલીસ મથકે અકસ્માત સર્જનાર કારના ચાલક સ્મીત મંગળસિંહ ઝાલાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે. ઈજા પામેલા લોકોને હોસ્પિટલ સારવાર માટે લઈજવામાં આવ્યા છે.
મળેલી માહિતી અનુસાર લોકો કારની અડફેટે ફંગોળાઈ આમતેમ વિખેરાઈ ગયા હતા. લોકોની ચિચિયારીઓથી આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું. અમારો વારોઘોડો ફરીને ઘરે જઈ રહ્યો હતો. વરઘોડામાં જે લોકો હાજર હતા તેમને જણાવ્યું કે ગાડી ફૂલ સ્પીડમાં હતી અને વરઘોડામાં ઘૂસી ગઈ હતી. ગાલ પોલીસે સમગ્ર બનાવની વધુ તપાસ હાથ ધરી છે. માનવામાં આવી રહ્યું છે કે કાર ચાલક પીયને ગાડી ચાલવી રહ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.