મમ્મી હું તારા માટે વડાપાઉં લઈને આવું છું, રસ્તામાં અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા યુવકનું મોત- વ્હાલસોયા દીકરાનું મોત થતા માતા-પિતાનું હૈયાફાટ રુદન

Mahsana Accident: રાજ્યમાં અકસ્માતની ગોઝારી ઘટના વારંવાર સામે આવ્યા કરે છે.ત્યારે આજે ફરી એકવાર કડીમાંથી કાળમુખા અકસ્માતની(Mahsana Accident) ઘટના સામે આવી છે. કડીના થોળ રોડ ઉપર આવેલા અંડરબ્રિજમાં અજાણ્યા વાહનચાલકે મીંડા કંપનીમાં નોકરી કરતા યુવકને ટક્કર મારતા કરુણ મોત નીપજ્યું હતું.જેમાં એક પરિવારના એકના એક વ્હાલસોયા દીકરાનું મોત થતા પરિવારમાં માતમ છવાયું છે.

વત્સલનું ઘટનાસ્થળ પર કામકમાટી ભર્યું મોત
કડીના કરણ નગર રોડ ઉપર આવેલ ગણેશ હોમ્સ સોસાયટીમાં રહેતા અને મૂળ વડોદરાના વતની અંજના ત્રિપાઠી કે જેમનો દીકરો વત્સલ મીંડા કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.ત્યારે ગતરાત્રિએ વત્સલ પરત ફરી રહ્યો હતો એ દરમિયાન થોળ રોડ ઉપર આવેલ અંડરબ્રીજની અંદર અકસ્માત થયો હતો.જેમાં અજાણ્યા વાહનચાલકે બાઈક નંબર GJ 12 AL 2480 લઈને વત્સલ પોતાની માતાને લેવા માટે જઈ રહ્યો હતો. જ્યાં અજાણ્યા વાહન ચાલકે તેને ધડાકાભેર ટક્કર મારતા બાઈક સાથે રોડ ઉપર પછડાયો હતો અને તેનું મોત થયું હતું.

મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો
અકસ્માત સર્જાતા કડી રોડ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ઘટના સ્થળેથી લોકો દ્વારા આ અંગે 108ને જાણ કરતા ઇમરજન્સી 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં મોત થયેલા મૃતદેહને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.ત્યારે આ અંગે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

એકને એક દીકરાનું મોત થતા માતા પર આભ ફાટી નીકળ્યું
રોડ ઉપર પડેલ પોતાના દીકરાની લાશ જોઈ માતાનું હૃદય કંપી ઉઠ્યું હતું. તેમજ તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે ટ્રાફિકજામના દૃશ્યો છવાઈ ગયા હતા.આ વાત સાંભળી માતાની પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.પરિવારનું ગુજરાન ચલાવતા અને પરિવારનો મોભ સમાન એકના એક દીકરાનું મોત થતા પરિવારમાં જાણે આભ ફાટી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.